ફૂટબોલ કિંગ મેસ્સીના નામે છે અનેક રેકોર્ડ્સ, આજ સુધી નથી કરી શક્યું કોઈ બરાબરી
લિયોનેલ મેસ્સી લીગનો બેતાજ બાદશાહ ગણાય છે. લા લિગા લીગમાં 474 ગોલ્સ સ્કોર કરીને તેણે સૌથી વધુ હોલ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મેસ્સી પછી ઈંગ્લેન્ડના એલન શીએરર 260 ગોલ સાથે બીજા ક્રમે છે. આ ગોલ તેણે ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં ફટકાર્યા હતા. (સોર્સઃ ટ્વિટર)
મેસ્સીએ વિક્રમજનક સાત બેલન ડી' ઓર ટાઈટલ્સ જીત્યા છે. મેસ્સી પછી બીજા સ્થાને રોનાલ્ડો છે, જેણે પાંચ ટાઈટલ્સ જીત્યા છે. (સોર્સઃ ટ્વિટર)
લિયોનેલ મેસ્સીના નામે એક જ વર્ષમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ પણ છે. વર્ષ 2012માં તેણે 91 ગોલ કર્યા હતા. મેસ્સી પછી જર્મનીના ગેર્લ મૂલર એક વર્ષમાં 85 ગોલ્સ સાથે બીજા સ્થાને છે. (સોર્સઃ ટ્વિટર)
લિયોનેલ મેસ્સીના નામે એક જ ક્લબ માટે સૌથી વધુ ગોલ ફટકારવાનો પણ રેકોર્ડ છે. મેસ્સીએ પોતાના બાર્સેલોના સાથેના કરિયર દરમિયાન 672 ગોલ કર્યા છે. (સોર્સઃ ટ્વિટર)
લિસોનેલ મેસ્સી UEFA ચેમ્પિયન્સ લીગમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. મેસ્સીના નામે 7 ગોલ્સ છે જ્યારે બીજા સ્થાને 73 ગોલ્સ સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. (સોર્સઃ ટ્વિટર)