Masoor Dal Benefits: આ પાંચ કારણોને લીધે દરરોજ ખાવી જોઈએ પ્રોટીનથી ભરપૂર મસૂર દાળ
મસૂર દાળમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. એક કપ બાફેલી મસૂર દાળમાં લગભગ 18 ગ્રામ પ્રોટીન હોય છે. તે શાકાહારી લોકો માટે સારો પ્રોટીન વિકલ્પ છે.
મસૂર દાળમાં ફાઇબરની માત્રા પણ વધુ હોય છે. એક કપ બાફેલી મસૂર દાળમાં લગભગ 15 ગ્રામ ફાઇબર હોય છે. ફાઇબર પાચન સ્વાસ્થ્ય સુધારવામાં અને કબજીયાત દૂર કરવામાં મદદ કરી શકે છે.
મસૂર દાળમાં ફાઇબર, પોટેશિયમ અને મેગ્નીશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે હાર્ટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પોષક તત્વો લોહીના દબાણને ઘટાડવામાં, કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા અને હાર્ટની બીમારીના ખતરાને ઘટાડવામાં મદદ કરી શકે છે.
મસૂર દાળમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક રહે છે. ફાઇબર ભોજનમાં કાર્બોહાઇડ્રેટને એબ્ઝોર્વને ધીમા કરવામાં મદદ કરી શકે છે, જેનાથી બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો થતો નથી.
કેટલાક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે મસૂર દાળનું સેવન કેન્સરના ખતરાને ઘટાડી શકે છે. મસૂર દાળમાં એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય પોષક તત્વો હોય છે, જે કેન્સર સેલ્સના વિકાસને રોકવામાં મદદ કરી શકે છે.