Photos: દુનિયાના આ તાકાતવાર નેતાએ ક્યારેય બ્રશ નથી કર્યું, ન્હાવુ પણ ન ગમતુ
માઓના ડોક્ટર રહી ચૂકેલા જી શી લીએ માઓના અંગત વ્યક્તિત્વ વિશે બહુચર્ચિત પુસ્તક ધ પ્રાઈવેટ લાઈફ ઓફ ચેરમેન માઓ લખી છે. તેમાં તેમણે લખ્યું છે કે, માઓએ પોતાના જીવનમાં ક્યારેય દાંત પર બ્રશ કર્યું નથી. માઓ રોજ સવારે દાંત સાફ કરવા માટે ચાના કુલ્લા કરતા હતા. તેનાથી તેમના દાંત બેરંગ થઈ ગયા હતા. જાણે કોઈએ તેના પર કલર કર્યો હોય. આ પુસ્તકમાં લીએ માઓની દિનચર્યા સાથે જોડાયેલી અનેક વાતો સાર્વજનિક કરી છે. તેમણે લખ્યું છે કે, માઓને ન્હાવાથી પણ નફરત હતી. પરંતુ તેમને સ્વીમિંગ ગમતુ હતુ. પોતાની જાતને તાજગીભર્યો રાખવા માટે માઓ ગરમ ટુવાલથી સ્પંજ બાથ લેતા હતા.
માઓની વધુ એક બાયોપિક જંગ ચૈંગએ લખી છે. તેમણે લખ્યુ છે કે, માઓની મેમરી બહુ જ શાર્પ હતી. તેઓ વાંચવા-લખવાના શોખીન હતા. માઓના બેડરૂમમાં તેમના પલંગની આસપાસ ચીની સાહિત્યની પુસ્તકો પડેલી રહેતી હતી. તેમના ભાષણો અને લેખોમાં હંમેશા પુસ્તકોમાં લખાયેલા ઉદાહરણોનો ઉપયોગ તેઓ કરતા હતા. તેઓ હંમેશા કરચલીવાળા કપડા પહેરતા હતા, અને તેમના મોજામાં અનેક કાણાં સ્પષ્ટ દેખાઈ આવતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, તેઓ મોટાભાગનો સમય પથારી પર જ પડ્યા રહેતા. પુસ્તકમાં ઉલ્લેખાયેલી માહિતી મુજબ, તેઓ ઘરમાં આખો દિવસ માત્ર બાથ ગાઉન જ પહેરતા, અને ઉઘાડા પગે ફરતા હતા.
માઓ 20મી સદીના સૌથી પ્રભાવશાળી મહાનુભાવોમાં આવે છે. માઓનો જન્મ 26 ડિસેમ્બર, 1893માં હુનાન પ્રાંતના શાઓશાન ગામમાં થયો હતો. તેમના પિતા એક ગરીબ ખેડૂત હતા, જે આગળ જતા એક ધનિક ખેડૂત અને ઘઉંના વેપારી બની ગયા હતા. 8 વર્ષની ઉંમરમાં માઓએ ગામમાં અભ્યાસની શરૂઆત કરી હતી, પરંતુ 13 વર્ષની ઉંમરમાં ખેતરમાં કામ કરવા માટે અભ્યાસ છોડી દીધો હતો. બાદમાં ખેતી છોડીને તેઓ રાજધાની ચાંગશામાં માધ્યમિક વિદ્યાલયમાં ભણવા ગયા હતા. જિન્હાઈ ક્રાંતિ સમયે માઓએ હુનાનના સ્થાનિક રેજિમેન્ટમાં ભરતી થઈને ક્રાંતિકારીઓ તરફથી લડાઈમાં ભાગ લીધો હતો. આ સમયે તેઓએ રાજાશાહી સમાપ્ત કરવા માટે આહવાન આપ્યું હતું. ચિંગ રાજવંશના સત્તાયુક્ત થવા પર તેઓ સેના છોડીને ફરીથી અભ્યાસમાં જોડાઈ ગયા હતા. બાદમાં માઓ-ત્સે-તુંગે ચ્યાંગ કાઈ શેકની ફૌજને હરાવીને 1949માં ચીનની મુખ્ય ભૂમિમાં સામ્યવાદી શાસનની સ્થાપના કરી હતી. માઓએ માર્કસ અને લેનિન, જેમની ચીની સભ્યતા પર સૌથી વધુ પ્રભાવ પડ્યો તે બંનેના સિદ્ધાંતોને જોડીને નવા સિદ્ધાંત માઓવાદને જન્મ આપ્યો.
માઓ એટલા તાકાતવાર નેતા હતા કે, તેમનો વિરોધ કરવાની હિંમત કોઈનામાં ન હતી. જે પણ તેમનો વિરોધ કરતા તેમને માઓ આજીવન કારાવાસમાં નાખી દેતા હતા. માઓએ જ મીડિયા પર ગાળ્યો કસ્યો હતો, જે આજે પણ ચીનમાં જોવા મળે છે. મીડિયા પર તેમની જોહુકમી એટલી હદે વધી ગઈ કે, માઓની 1976માં મૃત્યુ બાદ જ્યારે દેંગ શિયાઓ પિંગએ સત્તા સંભાળી ત્યારે કોઈને કાનોકાન ભનક સુધા લાગી ન હતી. તેઓ ચીનના દમદાર નેતા બનીને સામે આવ્યા હતા અને તેમણે આર્થિક મામલે ચીનની કાયાપલટ કરી દીધી હતી.