Mouth Cancer Symptoms: શ્વાસમાં દુર્ગંધથી લઈ ઈજા સુધી, મોંઢામાં આ રીતે જોવા મળે છે કેન્સરના 5 ચેતવણી સંકેત
જો તમને દુખાવો, જડબામાં સોજો અથવા ચાવવામાં અને ગળવામાં તકલીફ હોય તો આ પણ કેન્સરની નિશાની હોઈ શકે છે. જેમ જેમ કેન્સર આગળ વધે છે, તે પીડા અને અગવડતા વધારી શકે છે.
મોઢાના ચાંદા અથવા અલ્સર જે બે અઠવાડિયાથી વધુ સમય સુધી મટતા નથી તે મોઢાના કેન્સરના સામાન્ય લક્ષણો હોઈ શકે છે. આ ઘા ઘણીવાર લાલ, સફેદ અથવા રંગીન હોઈ શકે છે અને કોઈપણ કારણ વગર લોહી પણ નીકળી શકે છે.
પેઢામાંથી લોહી નીકળવું એ ઘણીવાર પિરિઓડોન્ટલ રોગ (ગમ રોગ) ની નિશાની માનવામાં આવે છે, પરંતુ તે મોઢાના કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે. જો તમારા મોંઢામાંથી વારંવાર લોહી નીકળતું હોય અને કોઈ સ્પષ્ટ કારણ ન હોય, તો તેને અવગણશો નહીં અને તરત જ ડેન્ટિસ્ટનો સંપર્ક કરો.
મોંની અંદર અથવા પેઢા પર લાલ અને સફેદ ફોલ્લીઓ દેખાવી એ પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. આ ફોલ્લીઓને અવગણવાને બદલે ડેન્ટલ ચેકઅપ દરમિયાન ડૉક્ટરને ચોક્કસ બતાવો.
શરદી અને ઉધરસ દરમિયાન ગળામાં દુખાવો થવો સામાન્ય છે, પરંતુ જો ગળામાં દુખાવો લાંબા સમય સુધી ચાલુ રહે, ગળવામાં તકલીફ હોય અથવા ગળામાં કંઈક અટવાઈ ગયું હોય તેવું લાગે તો તે મોઢાના કેન્સરની નિશાની હોઈ શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.