શરદ પૂનમે રાવણે આ વિધિથી મેળવી હતી યૌવન શક્તિ, તમે પણ મેળવી શકશો ચંદ્રના કિરણોની શક્તિ

Mon, 22 Oct 2018-11:54 am,

શરદ પૂર્ણિમાના દિવસે વ્રત પણ રાખવામાં આવે છે. જે ખાસ કરીને લક્ષ્મી પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે. આ દિવસે સવારે ઈષ્ટ દેવની પૂજા કરવામાં આવે છે. સાથે જ ઈન્દ્ર ભગવાન અને મહાલક્ષ્મીજીનું પૂજન કરીને ઘીનો દીવો પ્રગટાવી પૂજા કરાય છે. શરદ પૂર્ણિમા પર બ્રાહ્મણોને ખીરનું ભોજન ખવડાવવું બહુ જ શુભ માનવામાં આવે છે. સાથે જ તેમને દક્ષિણા પણ આપવી જોઈએ. આ દિવસે જાગરણ પણ કરવામાં આવે છે. કારણ કે, માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રની ચાંદનીમાંથી અમૃત વરસે છે. શાસ્ત્રો મુજબ, જો આ દિવસે વ્રત રાખવામાં આવે તો તે સફળ નીવડે છે. માન્યતા છે કે, આ જ દિવસે શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે મહારાસ રચ્યો હતો. તો શાસ્ત્રો અનુસાર, દેવી લક્ષ્મીનો જન્મ પણ શરદ પૂર્ણિમાએ જ થયો હતો. આ દિવસે દેવી લક્ષ્મી પોતાની સવારી ઉલ્લુ પર ભગવાન વિષ્ણુની સાથે સવાર થીને પૃથ્વીના ભ્રમણે નીકળે છે. તેથી આકાશમાં ચંદ્ર સોળે કળાએ ચમકે છે. આ દિવસે ભક્તો વિષ્ણુ અને લક્ષ્મીની આરાધના કરે છે. આ વખતે શરદ પૂર્ણિમાની તિથિની શરૂઆત 23 ઓક્ટોબરે રાત્રે 10.36થી 24 ઓક્ટોબર રાત્રે 10.14 સુધી રહેશે. 

આ રાત્રે ચંદ્રનું તેજ સૌથી તેજવાન તેમજ ઉર્જાવાન હોય છે. આ સાથે જ શીત ઋુતુનો પણ પ્રારંભ થતો હોય છે. આ ઋુતુમાં જઠરાગ્નિ તેજ થઈ જાય છે, અને માનવ શરીર હેલ્થથી પરિપૂર્ણ થાય છે. વૈજ્ઞાનિક રિસર્ચ પણ કહે છે કે, શરદ પૂર્ણિમા પર ઔષધીઓની સ્પંદન શક્તિ વધુ હોય છે. રસાકર્ષણને કારણે જ્યારે અંદરનો પદાર્થ સાંદ્ર થવા લાગે છે, ત્યારે રિક્તિકાઓથી વિશેષ પ્રકારનો અવાજ પેદા થાય છે. રિસર્ચ કહે છે કે, દૂધમાં લેક્ટિક અમ્લ અને અમૃત તત્વ હોય છે. આ તત્વ કિરણોથી અધિક માત્રામાં શક્તિનું શોષણ કરે છે. ચોખામાં સ્ટાર્ચ હોવાને કારણે આ પ્રોસેસ સરળ થઈ જાય છે. આ જ કારણે ઋષિમુનીઓએ શરદ પૂનમની રાત્રે ખીરને ખુલ્લા આકાશમાં રાખવાનું વિધાન કર્યું છે. આ પરંપરા વિજ્ઞાન પર આધારિત છે. શોધના અનુસાર, ચાંદીના પાત્રમાં સેવન કરવું જોઈએ. ચાંદીમાં પ્રતિરોધકતા વધુ હોય છે. તેનાથી વિષાણુ દૂર રહે છે. 

કહેવાય છે કે, લંકાધિપતિ રાવણ શરદ પૂર્ણિમાની રાત્રે કિરણોને અરીસાના માધ્યમથી પોતાની નાભિ પર ગ્રહણ કરતો હતો. આ પ્રક્રિયાછી તેને પુનયૌવન શક્તિ પ્રાપ્ત થતી હતી. ચાંદની રાતમાં 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી ઓછા વસ્ત્રોમાં ફરનારી વ્યક્તિને વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. સોમચક્ર, નક્ષત્રીય ચક્ર અને આશ્વિનના ત્રિકોણને કારણે શરદ ઋતુથી ઉર્જાનો સંગ્રહ થાય છે અને વસંદમાં નિગ્રહ થાય છે. 

આર્યુવેદમાં લખાયું છે કે, શીત ઋતુમાં ગરમ દૂધનું સેવન સારું હોય છે. આ દિવસે રાત્રે ગરમ દૂધ પીવાની શરૂઆત કરવી જોઈએ. વર્ષા ઋતુમાં દૂધનું સેવન વર્જિત કહેવાય છે. જ્યારે માનવી પોતાની ઈન્દ્રિયોને વશમાં કરી લે છે, તો તેની વિષય-વાસના શાંત થઈ જાય છે. મન ઈન્દ્રિયોનુ નિગ્રહ કરીને પોતાની શુદ્ધ અવસ્થામાં આવી જાય છે. મન નિર્મળ અને શાંત થાય છે. ત્યારે આત્મસૂર્યનો પ્રકાશ મનરુપ ચંદ્રમા પર પ્રકાશિત થવા લાગે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link