LRD અને PSIની ભરતીની લઈ મોટા સમાચાર; જાણો હસમુખ પટેલે ટ્વીટ કરી શું કરી સ્પષ્ટતા?
હસમુખ પટેલે ટ્વીટ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ બંનેની અરજી ફરી માગવામાં આવશે. જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે તેવા ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે. અગાઉ પણ જે ઉમેદવારો અરજી કરવાથી રહી ગયા હોય તેમને પણ વધુ એક તક મળી રહેશે.
મહત્વનું છે કે, ધોરણ 12 પાસ લાયકાત ધરાવતા વ્યક્તિ પણ એલઆરડી માટે અરજી કરી શકશે. એટલુ જ નહીં માત્ર પોલીસ સબ ઈન્સ્પેક્ટર માટે જ ગ્રેજ્યુએશનની જરૂર હોવાની ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશલ મીડિયાના માધ્યથી સ્પષ્ટતા કરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ લોક રક્ષક દળ અને PSIની ભરતીનું અંદાજિત સમયપત્રક સામે આવી ચૂક્યું છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં ઉમેદવારોની શારિરીક પરીક્ષા લેવાશે અને જાન્યુઆરી 2025માં શારીરિક પરીક્ષાનું પરિણામ આવશે.
જ્યારે PSIની પેપર નંબર-એકની લેખિત પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાશે અને માર્ચ 2025માં પેપર નંબર-એકની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. તો પેપર-2ની પરીક્ષા ઓગસ્ટ 2025માં લેવાશે.
લોકરક્ષકમાં બે પાર્ટની અંદર પરીક્ષાનું પેપર લેવાશે. પાર્ટ A અને પાર્ટ B. બન્નેમાં પાસ થવું ફરજિયાત છે, અને બન્નેમાં 40 ટકા ગુણ મેળવવા ફરજિયાત છે. પાર્ટ A 80 માર્કનું હશે જેમાં 80 પ્રશ્નો પુછાશે.