Coronavirus: ભારતમાં B.1.617 ના કારણે કોરોનાની સ્થિતિ ગંભીર!, દુનિયા પણ હલી ગઈ, જાણો કેમ છે જોખમી?
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ માટે ડબલ મ્યૂટેન્ટ વાયરસને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ નવો વેરિએન્ટ વધુ સંક્રામક અને ઝડપથી ફેલાય છે. ભારતમાં ફેલાયેલા ડબલ મ્યૂટેન્ટ વાયરસની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. તો ચલો તમને જણાવીએ આખરે આ ડબલ મ્યૂટેન્ટ વાયરસ શું છે?
ભારતના આ નવા વેરિએન્ટને વૈજ્ઞાનિક રીતે B.1.617 નામ આપવામાં આવ્યું છે. જેમાં બે પ્રકારના મ્યૂટેશન્સ (E484Q और L452R) છે. આ વાયરસનું એવું સ્વરૂપ છે જેના જીનોમમાં બે વાર ફેરફાર થઈ ચૂક્યો છે. હકીકતમાં વાયરસ પોતાની જેનેટિક સંરચનામાં ફેરફાર કરતા રહે છે. જેથી કરીને લાંબા સમય સુધી પ્રભાવી રહી શકે.
ડબલ મ્યૂટેન્ટ વાયરસ બે મ્યૂટેટેડ સ્ટ્રેનના મળવાથી બને છે. ભારતમાં ફેલાઈ રહેલો ડબલ મ્યૂટેન્ટન વાયરસ E484Q અને L452R ના મળવાથી બન્યો છે. અત્રે જણાવવાનું કે L452R સ્ટ્રેન અમેરિકાના કેલિફોર્નિયામાં મળી આવે છે. જ્યારે E484Q સ્ટ્રેન ભારતમાં જોવા મળે છે.
ડબલ મ્યૂટેન્ટ વાયરસની ઓળખ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં થઈ ચૂકી છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ગુજરાત, કર્ણાટક અને મધ્ય પ્રદેશ સામેલ છે. જો કે ડબલ મ્યૂટેશનની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી.
ડબલ મ્યૂટેન્ટ વાયરસ બે સ્ટ્રેન (E484Q અને L452R) ના મળવાથી બન્યો છે. જેનાથી વાયરસે વધુ સંક્રામક અને ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધુ છે. બંને સ્ટ્રેન વધુ સંક્રમણ દર માટે જાણીતા છે. L452R પર અમેરિકામાં અનેક અભ્યાસ થયા છે અને જાણવા મળ્યું છે કે તેનાથી સંક્રમણ 20 ટકા સુધી વધે છે. (સાંકેતિક તસવીર-રોયટર્સ)
નવું મ્યૂટેશન બે મ્યૂટેશન્સના જેનેટિક કોડ(E484Q અને L452R) થી બનેલો છે. જ્યાં આ બંને મ્યૂટેશન્સ વધુ સંક્રમણ દર માટે જાણીતા છે, પહેલીવાર બન્યું છે કે આ બંને મ્યૂટેશન્સ એક સાથે ભળી ગયા છે જેનાથી વાયરસે અનેક ગણું વધારે સંક્રામક અને ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધુ છે.
ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધ કોવેક્સીન અને કોવિશીલ્ડ રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું છે કે બંને રસી નવા વેરિએન્ટ સામે કારગર છે જો કે હજુ એ સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી.