Krishna Shroff એ નવા બોયફ્રેન્ડની સાથે શેર કર્યો રોમેન્ટિક ફોટો, Ex Boyfriendનું આવ્યું રિએક્શન
કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) એ એક ઇંસ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી લોકોને જણાવ્યું કે તેમણે ઇબાન સાથે બ્રેકઅપ કરી લીધું છે. કૃષ્ણા શ્રોફે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઇબાન સાથે પોતાના તમામ ફોટા હટાવી દીધા હતા.
જોકે હવે ફરી એકવાર કૃષ્ણા પોતાના રોમેન્ટિક ફોટાને લઇને લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ ફોટોએ બધાને આશ્વર્યમાં મુકી દીધા છે.
જોકે કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)ની આ રોમેન્ટિક તસવીર ઇબાન સાથે નથી, પરંતુ બીજા કોઇ સાથે છે.
કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)એ થોડા સમય પહેલાં જ એક ફોટો શેર કર્યો છે, જેમાં તે કોઇ છોકરાના ગાલને ચૂમતી જોવા મળી રહી છે. આ ફોટાને શેર કરતાં કૃષ્ણાએ લખ્યું ' યે બે (Bae) ટાઇમ હૈ.
આ સાથે જ કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)એ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે વ્યક્તિ કંઇક કુક કરી રહ્યો છે.
કૃષ્ણા શ્રોફની આ લેટેસ્ટ પોસ્ટ જોઇને ઇબાન હેમ્સ (Eban Hyams) પોતાને રોકી શકયા નહી.
ઇબાન હેમ્સ (Eban Hyams)એ કૃષ્ણા શ્રોફની તસવીર પર લખ્યું છે, 'તુ જલદી મૂવ ઓન ન કરી શકી'
કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પોતાના એક્સ-બોયફ્રેન્ડ ઇબાનને ભૂલીને શું ખરેખર મૂવ ઓન કરી ચૂકી છે? તેનો જવાબ તો કૃષ્ણા શ્રોફ પાસે જ હશે.