ના...ના...આવું તો હોતું હશે??? હેન્ડસમ છોકરાને જોતાં આ છોકરી ગુમાવી બેસે છે હોશ, આવી જાય છે ચક્કર

Thu, 25 Mar 2021-10:21 am,

લંડન: બ્રિટનની ક્રિસ્ટી બ્રાઉન નામની છોકરીને અજીબોગરીબ મુશ્કેલી છે. તે કોઇપણ હેન્ડસમ અને સ્માર્ટ છોકરાને જુએ છે તો તે ચક્કર ખાઇને પડી જાય છે. આમ એક ડિસઓર્ડરના કારણે થાય છે કારણ કે કોઇપણ સ્ટ્રોંગ ઇમોશનમાં પોતાના શરીર પર કાબૂ ગુમાવી દે છે અને મોટાભાટે ઘડામ દઇને પડી જાય છે. (ફોટો: Facebook)

બ્રિટનના ચેશાયર શહેરની રહેવાસી ક્રિસ્ટી બ્રાઉનને દુર્લભ બિમારી છે. આ દુર્લભ બિમારી એક બ્રેન ડિસઓર્ડર છે, જેના લીધે તેને પબ્લિક લાઇફમાં માથું ઝુકાવીને ચાલવું પડે છે. જોકે તે જ્યારે પણ કોઇ હેન્ડસમ છોકરાને જુએ છે તો તેના પગ ડગમગવા લાગે છે અને તે મોટાભાગે ધડામ દઇને પડી જાય છે. (ફોટો: Facebook)

ક્રિસ્ટી બ્રાઉન 32 વર્ષની છે. તેમને જે બ્રેન ડિસઓર્ડર છે, તેને કેટાપ્લેક્સી કહેવામાં આવે છે. આ ડિસઓર્ડરના કારણે ગુસ્સો, ખુશી, ડર જેવા સ્ટ્રોન્ગ ઇમોશનના લીધે માંસપેશીઓમાં પેરાલિસિસ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. તેના લીધે ક્રિસ્ટી ડગમગવા લાગે છે અને મોટાભાગે પડી જાય છે. (ફોટો: Representative Pic)

ડેલીમેલના સમાચાર અનુસાર ક્રિસ્ટી બ્રાઉને પોતાની આ સમસ્યાથી શરમ અનુભવે છે કારણ કે મોટાભાગે પડી જાય છે. એવમાં પોતાને બચાવવા માટે પોતાની નજરોને નીચે કરીને ચાલવું પડે છે. (ફોટો: Representative Pic)

ક્રિસ્ટી બ્રાઉનને આ સમસ્યાના લીધે દિવસમાં ઘણીવાર પેરાલિસિસના આંચકા સહન કરવા પડે છે. એવામાં સામાન્ય જીંદગીમાં પણ તેમને સમસ્યા આવે છે. જોકે તેમને આવનાર ઝટકા સામાન્ય રીતે 2 મિનિટ સુધી અસરદાર રહે છે. ત્યારબાદ તે ફરીથી સામાન્ય થઇ જાય છે. (ફોટો: Representative Pic)

નારકોલેપ્સી જીન સાથે જન્મેલી ક્રિસ્ટી કહે છે કે તે કોઇની સાથે ચર્ચા કરતી વખતે, અથવા હસતી વખતે પણ તેને આવું સહન કરવું પડે છે. તેમણે કહ્યું કે 9 વર્ષની ઉંમરમાં તેમને ઇજા પહોંચી હતી, ત્યારબાદ સમસ્યા વધી ગઇ. (ફોટો: Representative Pic)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link