દીકરીની જેમ ઉછરેલી ગાયના મોત પર ગુજરાતી માલિકે ભવ્ય સ્મશાન યાત્રા કાઢીને વિદાય આપી, PHOTOs

Fri, 12 Apr 2024-11:53 am,

રાપરના ભીમાસરમાં ગંગા નામની ગાયનું મૃત્યુ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ગ્રામજનો જોડાયા છે. ભીમાસરના વીરાજી રાજપૂત પાસે છેલ્લા 17 વર્ષથી ગંગા નામે ગાય હતી, જે તેમણે ભૂટકિયાથી લીધી હતી. વીરાજી રાજપુતના પત્ની કાશીબાએ ગાયનું નામ ગંગા રાખ્યું હતું અને દીકરીની જેમ ગાયનું લાલન પાલન કરતા હતા. 

વેદ-પુરાણ અને જ્યોતિષશાસ્ત્રમાં ગાયનો મહિમા અનેરો છે, જે મુજબ બ્રહ્માજીના મુખમાંથી સુરભી ગાયની ઉત્પત્તિ થઇ હતી, ગાયમાં 12 આદિત્ય, 8 વસુ 11 રૂદ્ર અને 2 અશ્વિનીનો સમાવેશ થાય છે. 

આ ગાય છેલ્લા દસ વર્ષથી કયારેય ઘર બહાર ગઈ નથી. ગંગા નામ લેતા જ ઘર, વાડામાં ક્યાંય પણ હોય તરત આવી જતી. ગંગા દરરોજ વહેલી સવારે સૂર્ય સામે એક કલાક ઊભી રહેતી હતી અને ત્યાં એક બિલીપત્રનું વૃક્ષ હતું, જેની પ્રદક્ષિણા કરીને દરરોજ તેની નીચે જ બેસતી હતી.

આ ગાયની મુલાકાત તાજેતરમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડે લીધી હતી. ગંગા ગાય મૃત્યુ પામતાં વીરજીભાઈએ તેની ભવ્ય અંતિમ વિદાય કરી હતી. ગંગા ગાયના સ્મશાન યાત્રામાં ગૌપ્રેમી અને ગ્રામજનો જોડાયા હતા. ત્યારબાદ રામદેવપીર મંદિરની પાછળ ગૌ માતાજીની સમાધિ પાસે જ ગાયને સમાધિ અપાઇ હતી. 

સ્મશાનયાત્રામાં કારાશીયાવારા બાપુ, વેણુસર જાગીરના મહંત શુંભમગિરિ બાપુ, મોતેશ્વર મહાદેવના અનિલગિરિ બાપુ, નવીન બારોટ, ગામના સરપંચ રામજી સોલંકી, વજાજી સોઢા જોડાયા હતા. તો રાત્રે ભજન, કિર્તન, સ્વાધ્યાયના પાઠ, વિષ્ણુશાસ્ત્રના પાઠ, હનુમાન ચાલીસા સહિતના કાર્યો કરાયા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link