PHOTOs: સતત બીજા વર્ષે કચ્છી ગુજરાતણ કોમલ ઠક્કર વિદેશમાં ચમકી, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બની આકર્ષણનું કેન્દ્ર

Tue, 23 May 2023-4:46 pm,

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી કોમલ ઠક્કરે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ નોંધપાત્ર મંચ પર મારા દેશ, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને વૈશ્વિક ફિલ્મ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા બદલ હું ગૌરવ અનુભવું છું. તેનો ઉત્કૃષ્ટ ગાઉન ઇસ્તંબુલ તુર્કીના ફૌદ સરકીસે ડિઝાઇન કર્યો છે, ઘરેણાં લંડનની મોના ફાઇન જ્વેલરી દ્વારા બનાવવામાં આવ્યા છે. તો બીજો એક અલગ લૂક ભારતીય ડિઝાઇનર નિકેતા ઠક્કર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.    

કોમલ  ઠક્કરની નિર્વિવાદ પ્રતિભા અને મનમોહક ઓન-સ્ક્રીન હાજરીએ તેને આંતરરાષ્ટ્રીય સ્પોટલાઈટમાં પ્રેરિત કરી, તેણે મનોરંજન ઉદ્યોગમાં એક પ્રચંડ શક્તિ તરીકે સ્થાપિત કરી. કાન્સમાં તેની અસાધારણ યાત્રા વિશ્વભરના મહત્વાકાંક્ષી અભિનેતાઓ, અભિનેત્રીઓ અને ફિલ્મ નિર્માતાઓ માટે પ્રેરણારૂપ છે.

ખરેખરમાં ગુજરાતી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ સારી રીતે ભજવીને કોમલે પોતાની અભિનય પ્રતિભા ખૂબ જ સરસ રીતે સાબિત કરી બતાવી છે. મૂળ કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કરે 2004માં મીસ કચ્છનો ખિતાબ જીત્યો હતો.

2011માં કોમલ ઠક્કરે સપોર્ટીંગ એક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ “હૈયાના હેત જન્મો જનમના” થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. કોમલ ઠક્કરે ગુજરાતી ફિલ્મ મહીસાગરના સોગંદ, સહિયરની ચૂંદડી, ભડનો દીકરો, રજવાડી બાપુને રંગ છે, રઘુવંશી, મારા ટોડલે બેઠો મોર ક્યાં બોલે, સાવજ સહિત અન્ય ફિલ્મોમાં ખૂબ જ શાનદાર અભિનય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના રેડ કાર્પેટ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, નરગીસ ફખરી, ઉર્વશી રૌતેલા અને અદિતિ રાવ હૈદરીએ ફરી એકવાર પર પોતાનો ખૂબસૂરત લુક બતાવ્યો હતો. બોલિવૂડ એભિનેત્રીઓની સાથે-સાથે ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે પણ રેડ કાર્પેટ પર વોડ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. 

આ સાથે જ કોમલ ઠક્કર કાન્સમાં વોક કરનારી આ પહેલી ગુજરાતી અભિનેત્રી બની ગઈ હતી. ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવાની તક લાખોમાં ભાગ્યે જ કોઈકને મળે છે. ત્યારે આ તક કોમલ ઠક્કરને મળતા ગુજરાતનું નામ ફરી એક વાર સમગ્ર વિશ્વમાં ગૂંજતું થયું છે. રેડ કાર્પેટ પર રેડ ગાલા લુકને કારણે કોમલ ખૂબસૂરત લાગી રહી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link