દારૂના જથ્થા સાથે ઝડપાયેલી રુપકડી કોન્સ્ટેબલ પર ભાજપના કયા દિગ્ગજ નેતાના છે ચાર હાથ?
Gujarat Police: રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે શું થાય? કાયદાના રખેવાળ જ્યારે કાયદાના લીરેલીરા ઉડાડ઼ે ત્યારે શું થાય? કંઈક આવો જ કિસ્સો હાલ ગુજરાતના કચ્છ જિલ્લામાંથી સામે આવ્યો છે. કચ્છની મીઠી ખારેક બાદ હવે ક્ચ્છના એક મહિલા કોન્સ્ટેબલ ચર્ચામાં છે. કારણ છે બુલટેગર સાથેનું તેનું કનેક્શન અને કારણ છે દારૂના ધંધામાં તેની સંડોવણી.
જીહાં ગુજરાતની એક મહિલા કોન્સ્ટેબલ અત્યારે જબરદસ્ત ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર પણ તેની અગાઉની તસવીરો લોકો શેર કરી રહ્યાં છે. કારણ છે આ મહિલા કોન્સ્ટેબલની ગુનામાં સંડોવણી અને પકડાયા બાદ તેનો બિંદાસ્ત એટિટ્યુટ. અહીં વાત થઈ રહી છે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની. જે બુલેટગર જોડે દારૂના જથ્થા સાથે કાર લઈને જતા રંગે હાથ ઝડપાઈ છે. ઝડપાયા બાદ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની તપાસમાં થયો મોટો ખુલાસો, જાણો વિગતો...
પોલીસ તપાસમાં સામે આવ્યું છેકે, ક્ચ્છમાં બુટલેગર યુવરાજ સિંહ જાડેજાની થાર કારમાં દારૂ સાથે પકડાયેલી આ મહિલા કોન્સ્ટેબલ CID બ્રાન્ચમાં ફરજ બજાવતી હતી. કચ્છના ભચાઉમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની (LCB)ટીમ ઉપર થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગાડીની અંદર આ મહિલા પોલીસ કર્મી પણ તેની સાથે હતી જેથી પોલીસે આ બંન્ને આરોપીઓને ઝડપી પાડીને આ બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને શરાબબંધી હેઠળ ગુના દાખલ કર્યા હતા.
ગુજરાતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાયા બાદ દારૂબંધી પર સવાલો ઉઠી રહ્યા છે. કચ્છના ભચાઉમાં દારુની હેરાફેરી કરતા ઝડપાયેલી સીઆઈડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને કુખ્યાત બુટલેર યુવરાજ સિંહ જાડેજા ગાડીમાં દારુની મહેફિલ માણતા ઝડપાયા હતા. તેમની ગાડીની તપાસ કરતા ગાડીમાંથી દારુની બોટલો મળી આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આ આરોપીઓ ક્યાંથી દારુ લાવ્યા હતા અને તેમાં અન્ય કોની સંડોવણી છે તેની તપાસ કરવામા આવી હતી. ત્યારે આ તપાસમાં મોટો ખુલાસો થયો છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે નીતા ચૌધરીની સિનિયર IPSથી લઈને મોટા નેતાઓ સુધીની પહોંચ છે. તેમજ નીતા ચૌધરીના પતિ પણ રાજકારણી છે. નીતા ચૌધરીના પતિનું મૂળ વતન બનાસકાંઠા-રાજસ્થાન બોર્ડર પર આવેલું એક ગામ છે. અહીં તેના પતિ સ્થાનિક રાજકારણમાં ખુબ સક્રિય છે. આ સાથે ઉત્તર ગુજરાતના એક દિગ્ગજ નેતા સાથે નીતા ચૌધરીના ખૂબ નજીકના સંબંધો હોવાની પણ ચર્ચા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, ભૂતકાળમાં આ નેતાની ભલામણના કારણે જ એક હાઇપ્રોફાઇલ કેસમાંથી નીતા ચૌધરીને ફસાતી બચાવી લેવાઈ હતી.
નિયમ મુજબ વર્દી પહેરીને કોઈ પોલીસકર્મી રીલ્સ ન બનાવી શકે.પરંતુ નીતા ચૌધરી પોલીસ યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સ અને ડાયલોગબાજીના વીડિયો બનાવતી હતી. તેના વીડિયો ભૂતકાળમાં પણ પોલીસ વિભાગમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
ફરજ પર બેદરકારી, સોશિયલ મીડિયા પર વર્દીમાં ફોટા અને વીડિયો મુકવા, ગેરવર્તણૂક સહિતના મુદ્દાઓ હંમેશા નીતા ચૌધરી સાથે જોડાયેલાં રહ્યાં છે. જેથી આ મુદ્દે સિનિયર પોલીસ અધિકારીઓએ નીતા ચૌધરીને બોલાવીને ઠપકો પણ આપ્યો હતો.પરંતુ નીતા ચૌધરીને વર્તનમાં કોઈ ફરક આવયો ન હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણેપોલીસ લોકઅપમાં પણ નીતા ચૌધરીને કોઈ અફસોસ ન હોય એમ વર્તી રહી છે કદાચ તેને એવું છે કે, ભુતકાળની જેમ અત્યારે પણ તેને કશુ સજા નહીં થાય.
અગાઉ પણ અનેકવાર આવી ચુકી છે વિવાદમાં. નીતા ચૌધરીની નેતા સાથેની ઓળખાણથી તે અત્યારે પણ બચી જશે તેવું કદાચ તેને લાગી રહ્યુ હોય પરંતુ હવે આગળ શું કાર્યવાહી થાય છે.