કચ્છ જઈને આ મીઠાઈ ન ખાધી, તો સમજો કે પ્રવાસ અધૂરો, હાઈવે પર લોકોના ટોળા જામે છે

Thu, 04 Jan 2024-9:12 am,

છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીના કારણે સફેદરણ અને રણોત્સવ માણવા આવતા પ્રવાસીઓની અવરજવર પ્રમાણમાં ખૂબ ઓછી રહી હતી. જેથી બન્ની વિસ્તારના ધોરડો અને તેની આસપાસના ગામોમાં બન્નીની ભેંસના દૂધમાંથી તૈયાર થતા શુદ્ધ માવાના વેચાણમાં ખોટ આવી હતી અને બન્નીના માવાઉદ્યોગને માઠી અસર થઈ હતી. પરંતુ હાલમાં કોરોના સંક્રમણ ઘટતા જિલ્લાના તમામ પર્યટન સ્થળો ફરીથી પ્રવાસીઓથી ધમધમી રહ્યા છે. રણોત્સવ શરૂ થયો છે. જેનો સીધો ફાયદો બન્ની વિસ્તારના ગ્રામજનોને થઈ રહ્યો છે. જેના પગલે માલધારીઓને અહીંના દુધના માવાના વેચાણમાં મોટો ફાયદો થઈ રહ્યો છે.

કચ્છી મીઠો માવો એ બન્ની વિસ્તારની ભેંસના દૂધમાંથી બને છે. તેનો સ્વાદ એકદમ મીઠો હોય છે. દૂધના મિશ્રણને 2 થી 3 કલાક માટે ઉકાળવામાં આવે છે. 5 લીટર દૂધમાંથી 1 કિલો માવો બને છે. ક્યારેક ક્યારેક સારી ફેટવાળું દૂધ હોય છે તો તેમાંથી માવો બનાવ્યા બાદ ઘી પણ બને છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આમ તો માવો દરેક જગ્યાએ બનતો હોય છે. પરંતુ ભીરંડીયારા ખાતે બનતા માવાનો સ્વાદ કંઇક અલગ જ હોય છે. કારણ કે અહીંનું વાતાવરણ આ માવાને માફક હોય છે.

ભીરંડીયારા ખાતે 70 જેટલા વેપારીઓ માવો વેચે છે. આમ તો મુખ્યત્વે એક જ પ્રકારનો માવો બનાવે છે. પરંતુ અમુક વેપારીઓએ હાલમાં રણોત્સવને ધ્યાનમાં રાખીને ડ્રાયફ્રુટ માવો પણ બનાવવાનું શરૂ કર્યું છે. દરરોજનું સરેરાશ દરેક વેપારી 15 થી 20 કિલો માવાનું વેચાણ કરે છે અને દરરોજ કુલ 300થી 400 કિલો માવાનું વેચાણ થતું હોય છે. તથા સાદો માવો 300 થી 350 રૂપિયે કિલો વેંચાતો હોય છે. તો ડ્રાયફ્રુટ માવો 400 થી 450 રૂપિયે કિલો વેચાતો હોય છે. 

હાલમાં 26 ઓકટોબરથી રણોત્સવનો રંગેચંગે પ્રારંભ થઇ ચૂક્યો છે અને વેકેશનમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓની સંખ્યા સરહદી જિલ્લામાં જોવા મળી રહી છે. તેમાં સફેદરણની મજા માણવા આવતા લોકો પરત જતા સમયે વિવિધ વસ્તુઓની ખરીદી કરે છે. તેમાં બન્નીના મીઠા માવાની પણ ખરીદી કરતા હોય છે. ચાર મહિના ચાલતા આ રણોત્સવ દરમિયાન અંદાજે માવો વેંચતા વેપારીઓ 1 કરોડથી વધારે રૂપિયાનો વેપાર કરતા હોય છે તેવુ વેપારી અલી મામદે જણાવ્યું.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link