કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.. આ Photos જોઈ કચ્છમાં વધારે દિવસ ફરવાની ઈચ્છા થશે

Wed, 11 Jan 2023-3:49 pm,

દેશમાં ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતીની સાથે સાથે એગ્રો-ટુરિઝમ તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને યુવાનો સ્ટાર્ટઅપ તરીકે આમાં રસ દાખવી રહ્યા છે. ત્યારે કચ્છના કુકમા સ્થિત શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ સંસ્થામાં દેશી ગાયના પંચગવ્યમાંથી 100 કરતાં પણ વધારે પ્રોડક્ટ બનાવવામાં આવે છે. એટલું જ નહીં તેની નિ:શુલ્ક તાલીમ પણ અપાય છે. જેનો લાભ સેંકડો લોકો લઇ ચૂક્યા છે. અહીં એગ્રો ટુરિઝમ તરીકે રહેવાની તેમજ પ્રકૃતિને માણવાની અને પ્રાકૃતિક ભોજન માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં ગાયનું અનેરું મહત્વ છે. ગાયને માતા ગણી, પૂજન કરવામાં આવે છે. તેમજ ગૌમૂત્ર, દૂધ, ગાયનું ગોબર વગેરેનું પણ આગવું મહત્વ રહેલું છે, ત્યારે કુકમા ખાતે કાર્યરત રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગોબર અને ગૌમૂત્રમાંથી અનેક ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેની નિ:શુલ્ક તાલીમનો લાભ પણ અનેક લોકોએ લીધો છે. છેલ્લાં 10 વર્ષોમાં 20,000 જેટલા લોકોએ અહીં એગ્રો ટુરિઝમનો લાભ લીધો છે અને પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક ઉત્પાદનો અને પ્રાકૃતિક ભોજનનો જ્ઞાન અને આનંદ મેળવ્યો છે.   

આ સંસ્થા ખાતે મુલાકાતીઓને ખેતીની મુલાકાત, ખેતીની પ્રવૃત્તિઓ અને ફાર્મ સ્ટે પણ કરાવે છે. આ સંસ્થાની મુલાકાત લઈને, તમે પ્રકૃતિ સાથે જોડાયેલા અનુભવો છો, અને તમે તમારા બાળકોને પ્રકૃતિને પ્રેમ કરવાનું પણ શીખવી શકો છો. અહી ફળો, શાકભાજી, આયુર્વેદિક દવાઓના છોડ વાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે. આસપાસના ખેડૂતોને પણ ઝેર મુક્ત ખેતી કરવા અહીં પ્રેરણા આપવામાં આવે છે અને ખેતીમાં નવું શું કરી શકાય તે અંગે પણ તેમને મદદ કરે છે. જેના વિશે ખેડૂતો હંમેશા ઉત્સુક રહે છે અને તેમણે તેમના ખેતરોમાં રોકડીયા પાક અને મિશ્ર ખેતી કરવાનું શરૂ કર્યું છે.  

શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના પી.આર.ઓ શૈલેન્દ્રસિંહ જેઠવા એગ્રો ટુરીઝમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ આજે ટુરીઝમનો મોટામાં મોટું હબ બની ગયું છે અને કચ્છમાં લોકો ફરવા પણ આવતા હોય છે. અમે કચ્છના પ્રવાસીઓ માટે ખેતરની અંદર એગ્રો ટુરિઝમ વિકસાવેલું છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link