Photos: કચ્છની કોયલનો `લંડનીયા લુક`, જો..જો..પછી જોવા કે ન મળે આવો લુક
)
આ કોયલ હાલ ઈન્ટરનેશનલ ટુર પર છે. ગુજરાતી ગાયિકા હાલ લંડનમાં છે, અને ડાયરાની જમાવટ કરી રહ્યાં છે. આવામાં તેઓએ પોતાના મોર્ડન લૂકની તસવીરો શેર કરી છે.
)
વિદેશમાં પણ પોતાના પરંપરાગત ડ્રેસમાં તસવીરો પડાવી હતી. અને પોતાના ફેન્સ સાથે ફેસબુક પર શેર કરી છે.
)
પરંપરાગત લુકથી એકદમ અલગ આ તેમનો અંદાજ છે. હાલ તેમણે એક લહેંગા ચોલી સાથેની તસવીરો શેર કરી છે, જેમાં તે કોઈ સુપરમોડલ જેવા લાગી રહ્યાં છે.
ગીતા રબારીનો જન્મ 31 ડિસેમ્બર 1996માં કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામમાં સામાન્ય પરિવારમાં થયો. તેમના પિતા સામાનના ફેરા મારતા હતા તો માતા આજુબાજુના ઘરમાં કચરા-પોતા કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા.
ગીતા રબારીને નાનાપણથી જ ગીતો પ્રત્યે ખાસ લગાવ હતો. સૌપ્રથમ તેમણે સ્કૂલના એક કાર્યક્રમમાં ગાવાની શરૂઆત કરી.
ત્યારબાદ ગામના મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપવાના શરૂ કર્યા. ધીમે-ધીમે તેમનો કોકિલ કંઠી અવાજ દેશ અને દુનિયામાં ગૂંજતો થઈ ગયો.