લદ્દાખમાં ઉજવાયો સ્વતંત્રતા દિવસ, સાંસદ જામયાંગે પણ કર્યું પરંપરાગત નૃત્ય
લદ્દાખના ભાજપના સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલે તેમના પ્રદેશમાં મનાવાયેલા સ્વતંત્રતા દિવસની તસવીરો ટ્વીટર પર શેર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, અમારા પ્રદેશના લોકો આજના પાવન દિવસે ખુબ જ ઉત્સાહિત છે.
લેહ-લદ્દાખના લોકો છેલ્લા કેટલાય સમયથી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માગ કરી રહ્યા હતા. તેમની આ ઈચ્છા પુરી થતાં 73મા સ્વતંત્રતા દિવસના પર્વ નિમિત્તે લેહ-લદ્દાખમાં ઘેર-ઘેર ત્રિરંગો લહેરાતો જોવા મળ્યો હતો.
ભારતના 73મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લેહ-લદ્દાખના લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી લોકોને જાણે કે એક નવી આઝાદી મળી હોય એવો અનુભવ થઈ રહ્યો છે.
લેહ-લદ્દાખમાં ઠેર-ઠેર લોકોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી અને જ્યાં જૂઓ ત્યાં ત્રિરંગો લહેરાતો જોવા મળતો હતો.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ ગુરૂવારે લેહ પહોંચ્યા હતા અને અહીં પાર્ટીની ઓફિસની બહાર તેમણે ત્રિરંગો લહેરાવ્યો હતો. આ સમયે તેમની સાથે લદ્દાખના સાંસદ જામયાંગ પણ હાજર હતા.
લદ્દાખમાંથી ભાજપના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે ગુરૂવારે લેહના એરપોર્ટની બહાર આયોજિત સ્વતંત્રતા દિવસ સમારોહમાં લોકોની સાથે પરંપરાગત નૃત્ય કર્યું હતું. સાંસદે જણાવ્યું કે, લદ્દાખના ઈતિહાસમાં આ પ્રથમ સ્વતંત્રતા દિવસ છે, જે 7 દાયકાના સંઘર્ષ બાદ મળ્યો છે.
સ્વતંત્રતા દિવસના પ્રસંગે લેહ-લદ્દાખમાં રહેતા બૌદ્ધ ભિક્ષુઓએ પણ ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમનો ફોટો શેર કરતા સાંસદ નામગ્યાલે લખ્યું કે, "બૌદ્ધ ભિક્ષુઓએ મારા ગાંવ માથોમાં અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાની જાહેરાત પછી પ્રથમ સ્વતંત્રતા દિવસ મનાવ્યો હતો."
લેહમાં ઠેર-ઠેર સ્વતંત્રતા દિવસ સમારોહનું આયોજન કરાયું હતું. સ્કૂલના બાળકોએ પણ આ પ્રસંગે ત્રિરંગો લહેરાવ્યો હતો. સ્કૂલનાં બાળકોમાં સ્વતંત્રતા દિવસને લઈને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.