PHOTOS: ભારતમા વસે છે એક એવી જાતિ, જે વૃદ્ધોના મોતનો ઉત્સવ ઉજવે છે

Wed, 05 Dec 2018-2:33 pm,

કારગિલ વિસ્તારમાં એવા ચાર ગામ છે, જ્યાં એક કબીલાના લોકો વસે છે. જેમને કારગિલી આર્યન કહેવામાં આવે છે. આ ગામ છે દાહ, હનુ, ધરકો અને દરચિક. જ્યાં ભારતીય ઉપ મહાદીપના આર્યન જાતિના લોકો રહે છે. ઈતિહાસકારો કહે છે કે, આ લોકો દક્ષિણ એશિયાથી આવ્યા છે અને એલેક્ઝાંડર બાદશાહના સમયે અહીં વસી ગયા હતા.

પરિવર્તનમાં આ ઉત્સવ કબીલામાં ઉજવાતો ન હતો. પરંતુ થોડા દિવસો પહેલા અંદાજે પચાસ વર્ષો બાદ આ પરંપરાના કબીલાના લોકો દ્વારા ફરી જીવંત કરવામાં આવી. પારંપરિક કપડા પહેરીની ગામના લોકો એકઠા થયા હતા અને દાવત આપનારા વૃદ્ધોને યાત્રા સકુશળ સંપન્ન કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

વૃદ્ધો માટે ઉજવવામાં આવતા આ જશ્નને કટારા ઉત્સવ કહેવામાં આવે છે. આ ઉત્સવને એવા લોકો માટે ઉજવવામા આવે છે, જે પોતાના જીવનનો મોટો ભાગ જીવી ચૂક્યા છે. આ લોકોના પૂર્વજ એમ માનતા હતા કે, હવે તેમના જીવનકાર્ય પૂરો થઈ ગયો છો, અને સંસાર છોડવાનો સમય આવ્યો છે, ત્યારે આ લોકો જીવનયાત્રાના છેલ્લા સમય પર દાવત બોલાવીને તેમને મળીને આભાર માને છે. તેઓ આખું જીવન સાથ આપવાનો આભાર માને છે.  

લદ્દાખના રહેવાસી આયર્ન લોકોને બ્રોખ્પા કહેવામાં આવે છે. લદ્દાખ ક્ષેત્રના કારગિલ જિલ્લાથી અંદાજે 70 કિલોમીટર દૂર બટાલિક સેક્ટરના દારચિક ગામમાં આ મહોત્સવ યોજાયો હતો. બે દિવસ સુધી આખા ગામમાં નાચગાન સાથે દાવતનો માહોલ બન્યો હતો.

હકીકતમાં, આ ગામના લોકોનું કહેવું છે કે બાળકોના જન્મ લીધા બાદ દરેક કોઈ જશ્ન મનાવે છે, પરંતુ પોતાના ઘરના વૃદ્ધો જવાથી કોઈ જશ્ન નથી મનાવતું. તેથી ગામમાં યોજાયેલ આ પ્રસંગમાં બધાએ હાજરી આપી હતી. 

વૃદ્ધોના ચહેરા પર હાસ્ય લાવતો આ પ્રસંગ તહેવારની જેમ ઉજવવામાં આવે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link