Lady Don of Gujarat: ગુજરાતની આ લેડી ડોન સામે પાણી ભરે છે મોટા ગુંડા, તલવારો રાખવાનો છે શોખ
આ લેડી ડોન ગુજરાતના સુરતની છે. તેમાત્ર 23 વર્ષની છે અને કોઈ મોડલ જેવી લાગે છે. સ્ટાઈલિશ લેડી ડોનમાં તેનુ નામ ચર્ચાય છે. તે મોંઘી ગાડીઓમાં ફરે છે અને હથિયારો રાખવાનો શોખ ધરાવે છે. તે અનેકવાર તલવાર ચલાવતા દેખાય છે. અલગ અદાઓવાળી આ યુવતીનો સુરતમાં આતંક છે.
અસ્મિતા ઉર્ફે ભૂરી ડોનનું નામ લાંબા સમયથી ચર્ચા છે. અનેક લોકોની સાથે તે મારપીટ કરવામાં પ્રખ્યાત છે. ગુજરાતના ઉનાના ગાંગડા ગામની રહેવાસી અસ્મિત પર મર્ડરના પણ આરોપ લાગી ચૂક્યા છે. લોકોને ડરાવવા, ધમકાવવાના કિસ્સામાં તે વધુ ચર્ચાય છે. તેના હંમેશા ધામધમકી કરતા વીડિયો વાયરલ થયા છે.
અસ્મિતાબા ગોહિલ નામની આ યુવતીને લોકો ભૂરી કહે છે. કેમ કે, તે ભૂરા નામના યુવકની ગર્લફ્રેન્ડ છે, જે કુખ્યાત ગુંડો છે. અસ્મિતાને હથિયારોનો ભારે શોખ છે. તલવાર ચાકૂ લઈને ફરી ભૂરીના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે.
મહત્વની વાત તો એ છે કે, તે સોશિયલ મીડિયા પર ભાર એક્ટિવ છે, તેના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર અનેક એકાઉન્ટ છે. તેમાંથી અનેકના હજારો ફોલોઅર્સ છે. ભલે તે મારપીટ કરે કે ગુંડાગીર્દી કરે, પણ લોકો તેની ફરિયાદ કરતા ડરે છે.
તેની તસવીરો પર લોકોની ઢગલાબંધ લાઈક્સ મળે છે. પહેલા તો લોકો તેને મોડલ સમજતા હાત, પણ હકીકત જાણ્યા બાદ લોકોના હોંશ ઉડી ગયા હતા.