Pics : કેટરીના કરતા પણ વધુ ચર્ચાઈ ચૂંટણીમાં દેખાયેલી આ પીળી સાડીવાળી મહિલા, જાણો શું છે હકીકત
ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની સાથે નજર આવી રહેલી પીળી સાડીવાળી મહિલાની તસવીરને જોતા જ ફેસબુક યુઝર્સે તેને શેર કરવાનું શરૂ કર્યું. તસવીરની સાથે કેપ્શનમાં લખવામાં આવી રહ્યું છે કે, આ છે મિસીસ જયપુર નલિની સિંહ. તેઓ સમાજ કલ્યાણ વિભાગમાં છે. ઈલેક્શનમાં તેમની ડ્યુટી ઈએસઆઈ પાસે કુમાવત સ્કૂલમાં આવી હતી. તેમના બૂથ પર 98 ટકા મતદાન થયું. હવે તમે સમજી ગયા.
તો અન્ય એક ફેસબુક યુઝરે લખ્યું કે, મળો એ પીઠાસીન અધિકારીને, જેમના બૂથ પર 100 ટકા મતદાન થયું હતું.
સોશિયલ મીડિયા યુઝર્સના દાવા બાદ અમે તપાસ કરી તો માલૂમ પડ્યું કે, ઈવીએમ લઈ જઈ રહેલી આ મહિલા અધિકારી જયપુરની નહિ, પરંતુ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની છે.
6 મે, એટલે કે, ચોથા ચરણના ઈલેક્શન દરમિયાન એક સ્થાનિક અખબારે મહિલાની તસવીર છાપી હતી, જેમા આ મહિલા ઈલેક્શન સામગ્રી વિતરણ બાદ પોતાના હાથમાં EVM લઈ જતી દેખાઈ હતી.
મીડિયા રિપોર્ટસમાં જણાવ્યું છે કે, પીળી સાડીવાળી મહિલાનું રિયલ નામ રીના દ્વિવેદી છે અને તે લખનઉના પીડબલ્યુડી ડિપાર્ટમેન્ટમાં પદસ્થ છે. તેમની ડ્યુટી શહેરના નગરામ વિસ્તારના બૂથ નંબર 173 પર હતી.
રીનાની માનીએ તો, કોઈ ફોટો જર્નાલિસ્ટે ન્યૂઝ પેપર માટે તેમની તસવીર ક્લિક કરી હતી, જે અચાનકથી વાઈરલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું હતું કે, તેમના બૂથ પર 100 ટકા મતદાન થયું હતું, તેને ખુદ મહિલા પોલિંગ અધિકારીએ ખોટુ ગણાવતા કહ્યું કે, તેમના બૂથ પર માત્ર 70 ટકા વોટ પડ્યા હતા.
વાઈરલ તસવીરને લઈને અનેક સોશિયલ મીડિયા યુઝર્સ મહિલા પોલિંગ અધિકારીને લઈને પોઝીટિવ કમેન્ટ્સ કરી રહ્યા છે, તો કેટલાક લોકો ભદ્દી ટિપ્પણીઓ પર ઉતરી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ દિલ્હીના બૂથ નંબર 64,65 અને 66 માટે શહેરના જલ વિહાર વિસ્તારની એમસીડી પ્રાઈમરી સ્કૂલમાં ચૂંટણી પંચ દ્વારા માત્ર મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત વિશેષ મોડેલ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. આ બેઠક પર ભાજપના ગૌતમ ગંભીર, આપ પાર્ટીની આતિશી અને કોંગ્રેસના અરવિંદર સિંઘ લવલી ચૂંટણી લડી રહ્યા છે.