30 તારીખે મકર રાશિમાં સર્જાશે અત્યંત શુભ `લક્ષ્મી યોગ`, આ રાશિઓના લોકો પર થશે ધનની વર્ષા
શુક્ર ગોચર મેષ રાશિના લોકોને અનુકૂળ પરિણામ આપશે. આ દરમિયાન જમીન, ગાડી કે ઘર ખરીદવાના સંયોગ સર્જાશે. આ લોકોની સેલેરીમાં પણ વધારો થશે. જીવનમાં ખુશીઓ આવશે. વેપાર કરતા લોકો માટે અનુકૂળ સમય.
મિથુન રાશિના લોકોને પણ આ યોગ દરમિયાન શુભ પરિણામ મળશે. જેના કારણે તેમને ધન લાભ થશે. પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં કોઈ લગ્ન નક્કી થઈ શકે છે. આવક ના સાધનમાં વધારો થશે. જોકે આ સમય દરમિયાન બચત કરવી મુશ્કેલ લાગશે.
શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે જેના કારણે આ લોકોનું આકર્ષણ વધશે. પર્સનાલિટીમાં નિખાર આવશે. ધન લાભ થશે. નોકરી કરતા લોકોના પગારમાં વધારો થશે. વેપારમાં પણ ફાયદો થતો જોવા મળે છે.
શુક્ર ગ્રહના ગોચરના કારણે આ રાશિમાં લક્ષ્મી યોગ સર્જાશે. આ રાશિના લોકોને આ સમય દરમિયાન ધન લાભ થશે. સંપત્તિમાં અધિકારો પણ મળી શકે છે. વૈવાહિક જીવન સારું રહેશે. લગ્ન નક્કી થઈ શકે છે. માન સન્માનમાં વધારો થશે.