આ લક્ઝરી SUV છે બોલીવુડ સેલિબ્રિટીઝની પહેલી પસંદ, આ ટોપ ફીચર્સના તમે પણ બની જશો ફેન
આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં આવે છે. પેટ્રોલ વેરિએન્ટમાં 2 લીટર અને ડીઝલ વેરિએન્ટમાં 3 લીટરનું એન્જિન મળે છે. કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.
સેફ્ટી ફીચર્સ તરીકે આ કારમાં મલ્ટીપલ એરબેગ, ઈલેક્ટ્રોનિક ટ્રેક્શન કંટ્રોલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ડાયનમિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા ફીચર્સ મળે છે.
ડાયમેન્શનની વાત કરીએ તો આ કારમાં 3022 એમએસનું લાંબુ વ્હીલબેસ મળે છે. લેન્ડ રોવર ડિફેન્ડર 110ની લંબાઈ 5018 એમએમ, પહોળાઈ 2008 એમએમ અને ઉંચાઈ 1967 એમએમ છે. ખાસ વાત છે કે આ કાર 900 એમએમ ઉંડા પાણીમાં ઉતરી શકે છે.
ઈન્ટીરિયર કારમાં 12.3 ઇંચની ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટર, હેડ-અપ ડિસ્પ્લે, 10 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે.
કંપનીએ આ કારમાં એર સસ્પેન્શન આપ્યું છે. તેની મદદથી ડ્રાઇવર ખતરનાક વિસ્તારમાં ચલાવવા માટે ઊંચાઈ પ્રમાણે ઘટાડી વધારી શકે છે. કાર ટેરેન રિસ્પોન્સ સિસ્ટમથી લેસ છે.