Cars Launch in May: મે 2024 માં લોન્ચ થઇ આ કાર, જાણી લો કિંમત અને મોડલ
ટાટા નેક્સને ત્રણ નવા વેરિએન્ટ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં પેનારોમિક સનરૂફનું ફીચર ઉમેરવામાં આવ્યું છે. ટાટા નેક્સન એક્સ શો રૂમ પ્રાઇઝ 8.15 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Porsche Cayenne GTS અને GTS Coupe ને લોન્ચ કરવામાં આવી છે. પોર્શે સિનેન GTS ની એક્સ શોરૂમ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. તો બીજી તરફ GTS Coupe ની કિંમત 2.01 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
આ કારોમાં મારૂતિ સ્વિફ્ટનું નવું મોડલ સામેલ છે. સાથે જ ઘણી ગાડીઓના વેરિએન્ટ પણ જોવા મળે છે.
મારૂતિ સુઝુકી સ્વિફ્ટ 2024 ઇન્ડીયન માર્કેટમાં આવી ગઇ છે. આ કારની કિંમત એક્સ શોરૂમ પ્રાઇઝ 6.49 રૂપિયાથી શરૂ થાય છે.
મારૂતિ સુઝુકી ફ્રોંક્સનું નવું વેરિએન્ટ માર્કેટમાં આવી ગયું છે. મારૂતિ સુઝુકી ફ્રોંક્સનું નવું મિડ-લેવલ Delta+ (O) વેરિએન્ટને માર્કેટમાં ઉતારવામાં આવ્યું છે. તેમાં 6 એરબેગનું ફીચર સામેલ છે. અ નવા વેરિએન્ટની એક્સ શો રૂમ પ્રાઇઝ 8.93 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
મહિન્દ્રા 3XOને ગયા મહિને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ આ કારનું બુકિંગ 15 મેથી શરૂ કર્યું હતું. આ કારની ડિલિવરી 26મી મેથી કરવામાં આવશે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 7.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે.