સુરત : 1 કિલોમીટર કાદવમાં ચાલીને 108 ની ટીમે પ્રસૂતાનો જીવ બચાવ્યો

Mon, 17 Jul 2023-11:53 am,

બન્યુ એમ હતું કે, પીપોદરા ખાતે રહેતી કાજલબેન બબલુભાઈ પસમાંને પ્રસુવની પીડા ઉપડતા 108ને જાણ કરાઈ હતી. ઘટના સ્થળે પોહચેલી સાયણ 108 ની ટીમે સ્થળ પર ડિલિવરી કરવી પડે તેમ હોવાથી તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. 1 કિલોમીટર સુધી કાદવ કીચડ હોવાથી 108 એમ્બ્યુલન્સ પ્રસૂતાના ઘર સુધી પહોંચે તેવી સ્થિતિ નહોતી. જેથી EMT ભદ્રેશભાઈ અને PILOT અજયભાઈ નામના કર્મચારીએ સૂઝબૂઝથી કામ લીધું હતું. 

અંતે 1 કિલોમીટર કાદવ-કિચડમાંથી ચાલતા પ્રસૂતાના ઘર સુધી ટીમ પહોંચી હતી. જ્યાં પ્રસૂતાને અસહ્ય પીડા ઉપડતા સ્થળ પર જ સુરક્ષિત ડિલિવરી કરાવી સારવાર આપી હતી. પ્રસુતાએ બાળકીને જન્મ આપતા 1 કિલોમીટર અંદરથી મહિલાને સ્પાઇન બોર્ડ પર 108 સુધી લાવવામાં આવી હતી.   

ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલાને સારવાર આપી બાળકી અને માતાને સાયણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આમ, માતા અને બાળકીનો જીવ બચાવી 108 ની ટીમે સરાહનીય કામગીરી કરી હતી.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link