જો રેખા ન બની હોત વિલન તો આજે આ બર્થ-ડે ગર્લ હોત મિસિસ સંજય દત્ત !
આજે એક જમાનાની જાણીતી બોલિવૂડ અભિનેત્રી રતિ અગ્નિહોત્રીનો જન્મ દિવસ છે. રતિનો જન્મ 10 ડિસેમ્બર, 1960માં થયો હતો. રતિ સાઉથ ઈન્ડિયન નહીં પણ પંજાબી પરિવારમાંથી આવે છે. જોકે રતિનું બાળપણ ચેન્નઈમાં પસાર થયું છે. તે એક માત્ર એવી ઉત્તર ભારતીય અભિનેત્રી છે જેણે દક્ષિણ ભારતીય ફિલ્મ્સમાં ખૂબ જ નામના મેળવી છે.
રતિને અભિનેત્રી બનાવાનું શ્રેય નિર્દેશક ભારતી રાજાને જાય છે. તેમણે તેને 16ની વયે જ ફિલ્મ 'પુદિયા વરપુકલ'માં તક આપી. સાઉથની અનેક ફિલ્મ્સ કર્યાં બાદ રતિએ અનેક સફળ ફિલ્મ્સ આપી.તેમણે 'ફર્ઝ ઔર કાનૂન', 'એક દુજે કે લિયે' અને 'કુલી' જેવી અનેક ફિલ્મો શામેલ છે. રતિની 'એક દૂજે કે લિયે' સુપરહિટ સાબિત થઈ હતી.
રતિના અંગત જીવનની વાત કરીએ તો તેનું નામ સંજય દત્ત સાથે જોડવામાં આવતું હતું. સંજુના જીવનમાંથી ટીના મુનિમના ગયા બાદ રતિ આવી.બન્નેએ 'જ્હોની આઈ લવ યુ' અને 'મેરા ફૈસલા' જેવી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું અને આ દરમિયાન પ્રેમમાં ગળાડુબ હતા.
રતિએ એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સંજય દત્તના પ્રેમમાં છે પરંતુ તેના આ રોમાન્સનું કોઈ પરિણામ આવે તેમ ન હોવાથી તેણે સંજયને છોડ્યો હતો.
એક ચર્ચા પ્રમાણે સંજયનું જ્યારે રતિનું સાથે અફેર ચાલતું હતું ત્યાર તે રતિની સાથેસાથે રેખા સાથે પણ પ્રણયના ફાગ ખેલી રહ્યો હતો. રતિના આ વાતની જાણ થતા તેણે આખરે આ પ્રેમપ્રકરણ પર પુર્ણવિરામ મુકી દીધું હતું.
સંજયના જીવનમાં આવેલી સ્ત્રીઓની યાદીમાં રેખાનું નામ પણ સામેલ છે. રેખા સંજયથી ઉંમરમાં પાંચ વર્ષ મોટી હતી. રેખાએ એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેણે અમિતાભ બચ્ચનને ઈર્ષા કરાવવા માટે સંજય સાથે ફ્રેન્ડશીપ કરી હતી.
રતિએ સંજયને છોડીને બિલ્ડર અનિલ વિરવાણી સાથે લગ્ન કર્યાં. રતિના 30 વર્ષ ચાલેલા આ લગ્ન જીવનનો 2015માં અંત આવ્યો હતો.
રતિએ 9 ફેબ્રુઆરી, 1985ના રોજ અનિલ વિરવાણી સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી રતિએ પુત્ર તનુજ વિરવાણીને જન્મ આપ્યો અને ફિલ્મ જગતથી દૂર થઈ ગઈ. લાંબા સમય સુધી ફિલ્મ જગતથી દૂર રહેલી રતિએ 'કુછ ખટ્ટી કુછ મીઠ્ઠી'માં કાજોલના માના રોલથી કમબેક કર્યું.
રતિના જીવનમાં વર્ષ 2015માં એક નવો જ વળાંક જોવા મળ્યો હતો. તેણે 30 વર્ષના લગ્ન જીવન બાદ 2015ના માર્ચમાં પતિ અનિલ સામે ઘરેલુ હિંસાનો કેસ કરી દીધો. તેણે પતિ પર ચાકુથી ધમકાવવાનો આરોપ મૂક્યો હતો. પોલીસે રતિની ફરિયાદ પર અનિલ વીરવાણી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.આ સિવાય રતિએ તેના પતિ વિરુદ્ધ શોષણ, માર મારવા તથા જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ દાખલ કરાવી હતી. જોકે હાલમાં રતિએ અચાનક જ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા પતિ અને પુત્રએ તેની સંભાળ રાખી હતી જેના પગલે તેના પારિવારિક સંબંધો સુધર્યા છે.