love affairs: શું તમારૂ પાર્ટનર તમને આપી રહ્યું છે દગો? આ પાંચ સંકેતોથી જાણો
આ બધા લક્ષણ સામાન્ય રીતે તે પતિમાં જોવા મળશે જે તેની પત્નીને દગો આપી રહ્યો છે કે પછી આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. તો તમારે આજથી જ આ લક્ષણ પર ધ્યાન આપવાની જરૂર છે. જો કોઈ આવા લક્ષણ જોવા મળે તો તમારે સતર્ક રહેવાની જરૂર છે.
હંમેશા તમારી આસપાસ ફરનાર પતિ દૂર રહેવા લાગ્યો છે. તમારી સાથે વધુ ફિઝિકલ થતો નથી. તો સમજી જાવ કે તે બીજાના પ્રેમમાં હોઈ શકે છે. ધ્યાન આપો કે રાતના સમયે તમારો પાર્ટનર કોની સાથે વાત કરી રહ્યો છે, આ વાતચીત ચેટ દ્વારા પણ હોઈ શકે છે.
જો પોતાને પાણી પીવા માટે ગ્લાસ માંગતો પતિ અચાનક મદદ કરવા લાગે. તમને ઘરની બહાર જવા કે મિત્રો સાથે સમય પસાર કરવા કહે. આ વર્તનમાં ફેરફાર તમારી સુવિધા માટે નહીં પરંતુ ખુદની સુવિધા માટે છે. તમારા ઘરમાં ન હોવાથી તેને વધુ સમય મળશે અને તે કોઈ અન્યની સાથે સમય પસાર કરશે.
પહેલા કામ બાદ ફોન કે લેપટોપ હાથમાં ન લેનાર પતિ જો અચાનક લેપટોપ કે ફોનથી વધુ પ્રેમ દેખાડવા લાગે. અથવા આ વસ્તુને લઈને વધુ સજાગ રહે. તેનો ફોન કે લેપટોપ કોઈને લેવા ન દે. તેનો ફોન ટચ કરો તો ગુસ્સો કરે. લેપટોપ અને ફોનમાં પહેલાથી લગાવેલો પાસવર્ડ અચાનક બદલી નાખે.
જો તમારો પતિ ઘરથી કે પછી તમારાથી દૂર રહેવાના બ્હાના બનાવે છે. અથવા ઘરની બહાર વધુ સમય પસાર કરે છે તો તેનો અર્થ છે કે તે તમને દગો આપી રહ્યો છે. બ્હાના પણ એવા હોય કે પ્રથમ નજરે શંકા થઈ જાય. પરંતુ અમે કહ્યું તે પ્રેમમાં આંધળા બની ચુકેલા લોકો ભૂલને માફ કરે છે કે પછી બધુ જાણતા અજાણ્યા બની જાય છે.
જો પહેલાથી પાડોસમાં વાણંદ પાસે જતો પતિ સલૂનમાં જવા લાગે. અચાનક ફિટ થવા માટે જિમમાં જવા લાગે. હંમેશા ક્લીન સેવ કે લેટેસ્ટ હેરસ્ટાઇલમાં રહેવાનું પસંદ કરવા લાગે. તો આ ખતરાની ઘંટી છે. આ સામાન્ય વસ્તું પર ધ્યાન આપવું જરૂરી છે.
આ લક્ષણ દેખાવા પર પતિના સામાનની તપાસ કરો. તેને સામે બેસાડી વાત કરો. જો આ સ્થિતિ ન રહે તો તેનો પીછો કરવાનો વિકલ્પ હોઈ શકે છે. જુઓ તે ક્યાં જઈ રહ્યો છે શું કરી રહ્યો છે. બેવફાઈના પૂરાવા મળે તો પહેલા પતિને પ્રેમથી સમજાવો. બાકી કોઈ અઘરો માર્ગ અપનાવો. આ બધુ તમારા માટે મુશ્કેલી સમાન હોઈ શકે છે. પરંતુ ખોટા સાથે જીવવા કરતા સારૂ છે, સત્યની સાથે જીવો.