LAZINESS: સવારે ઉઠવામાં આળસ થાય છે? અપનાવો આ જબરદસ્ત ટિપ્સ

Sun, 07 Apr 2024-8:23 am,

ઘણાં લોકોને સવારે વહેલા ઉઠવામાં આળસ થતી હોય છે. એવામાં જે લોકો નિયમિત સવારે વહેલાં ઉઠે છે, એ પોતે જ એક મોટું કામ કરે છે એવું સમજી લો. ઘણાંને તો સવારે વહેલાં ઉઠવાનું પસંદ જ નથી, ઉઠ્યા પછી પણ પથારીમાં પડ્યાં રહે છે. આવા આળસુ લોકોની હેલ્થ જલદી બગડે છે. સવારે વહેલાં ઉઠવા માટે રાત્રે વહેલાં સુવુ પડશે. એટલું નહીં તમારે શરીરને આરામ આપવા માટે રોજ નિયમિત 7 થી 8 કલાકની ઊંઘ લેવાની જરૂર છે.  

સૂતા પહેલા તમે એવો નિત્યક્રમ બનાવો જે તમને સવારે વહેલા ઉઠવામાં મદદ કરશે. તમે સૂતા પહેલા પુસ્તક વાંચી શકો છો અથવા તમે સ્નાન કરીને સૂઈ શકો છો, આવી સ્થિતિમાં તમને ઊંઘ સારી લાગશે અને સવારે ઉઠવામાં તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. કારણકે, ઘણા લોકોને સવારે વહેલું ઉઠવું ગમતું નથી. જો તેઓ વહેલા જાગી જાય તો પણ આખો દિવસ આળસથી ભરેલો રહે છે. 

 

સારી ઊંઘ માટે તમે રાત્રે સૂતા હોવ ત્યારે યોગ કરો અને સૂઈ જાઓ. આનાથી તમને સારી ઊંઘ આવશે અને તમે સવારે ઉઠવામાં આળસ નહીં અનુભવો.

 

જો તમે કોઈ પણ આળસ વગર સવારે વહેલા ઉઠવા માંગતા હોવ તો તમારે રાત્રે ડાર્ક ચોકલેટ, કોફી, ચા જેવી કેફીનયુક્ત વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તે શરીરને અમુક અંશે આળસુ પણ બનાવે છે. જો તમે ઈચ્છો તો રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ દૂધ પી શકો છો.

 

જો સવારે વહેલાં તમારી ઊંઘ ન ઉડતી હોય આળસ થતી હોય તો તમે અપનાવી શકો છો આ ટિપ્સ. એલાર્મ સેટ કરો અને તેની એક રિંગમાં ઊઠવાનો અને થોડી શારીરિક પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ કરો. ઘર કે ગાર્ડનમાં કે રસ્તા પર ચાલવા જઈ શકો છો. તેનાથી તમારા શરીરને અને મનને તાજગીનો અહેસાસ થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link