ભાઈએ બહેનને આ વસ્તું ક્યારેય ગિફ્ટમાં આપવી જોઈએ નહીં, હંમેશા માટે તૂટી શકે છે સંબંધ
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કોઈ ભાઈએ પોતાની બહેનને ગિફ્ટમાં રૂમાલ ન આપવો જોઈએ પરંતુ બહેન તેના ભાઈએ રૂમાલ આપી શકે છે પરંતુ ભાઈએ આપવો જોઈએ નહીં. તેને અશુભ માનવામાં આવે છે. તેનાથી બંનેના સંબંધમાં વિક્ષેપ આવી શકે છે. બંને વચ્ચે ઝઘડા થઈ શકે છે.
કોઈપણ ભાઈએ તેની બહેનને તીક્ષ્ણ વસ્તુ ભેટમાં ન આપવી જોઈએ. તેનાથી હંમેશા બચવું જોઈએ. બહેનને છરી, કાતર જેવી ભેટ ન આપવી જોઈએ. આ વસ્તુઓ આપવાથી નકારાત્મકતા આવે છે અને જો તમે તેને આપો તો તે ભાઈ-બહેનના સંબંધોમાં કાયમ માટે તિરાડ પેદા કરી શકે છે. ના આપવામાં આવે તો સારું.
કોઈ ભાઈએ ભૂલમાં તમારી બહેનને ભેટમાં કાળા કલરની વસ્તુ ન આપવી જોઈએ. હંમેશા ઘણા ભઆઈ પોતાના બહેનને કાળા કલરનો ડ્રેસ ગિફ્ટમાં આવે છે, પરંતુ તે અશુભ હોય છે. કાળા કલરની કોઈ વસ્તુ ગિફ્ટમાં બહેનને ન આપવી જોઈએ. તેને ખરાબ અને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. તેનાથી સંબંધમાં અંતર વધી શકે છે. તેની જગ્યાએ સફેદ, લાલ, બ્લૂ, લીલા કલરના રંગની પસંદગી સારી માનવામાં આવે છે.
કહેવાય છે કે ગિફ્ટમાં સામેવાળાને એ જ વસ્તુઓ આપવી જોઈએ, જે તેની પસંદગીની હોય. ઘણી વખત લોકો પોતાની પસંદની વસ્તુઓ સામેની વ્યક્તિને ગિફ્ટ કરે છે, જેથી સામેની વ્યક્તિ ન તો ખુશ થાય કે ન તો દુઃખી. આવી સ્થિતિમાં, કોઈને પણ ભેટ આપતા પહેલા હંમેશા તેની પસંદગીની વસ્તુઓ આપો. તમને ગમતી વસ્તુઓ ક્યારેય ગિફ્ટ ન કરો.
કોઈપણ ભાઈએ તેની બહેનને અન્ડરગાર્મેન્ટ્સ જેવી વસ્તુઓ ગિફ્ટ કરવી જોઈએ નહીં. તમે તમારા સંબંધોમાં ગમે તેટલા બોલ્ડ કે ઓપન માઈન્ડ ધરાવતા હોવ, પરંતુ ભાઈ-બહેનનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે અને બહેનો પોતે તેમની માતા, પતિ, મિત્ર સાથે વાત કરીને આ અંગત વસ્તુઓ ખરીદી શકે છે. જો તમે સંબંધોમાં પ્રેમ જાળવી રાખવા માંગતા હોવ તો ઉપરોક્ત વસ્તુઓ કોઈને પણ ગિફ્ટ ન કરો.