ઘરે આ રીતે કરો હેર સ્પા, બાલ થઇ જશે મુલાયમ અને શાઇનિંગ
ઘરે હેર સ્પા કરવા માટે સૌ પ્રથમ તમારા વાળ અને માથાની ચામડીને હૂંફાળા તેલથી મસાજ કરો, જેના માટે તમે ઓલિવ તેલ, નારિયેળ તેલ, બદામ તેલનો ઉપયોગ કરી શકો છો. ગોળાકાર ગતિમાં હળવા હાથથી તેલની માલિશ કરો, જેનાથી સ્કેલ્પમાં બ્લડ સર્કુલેશન સારી રીતે થશે.
તેલથી વાળમાં માલિશ કર્યા પછી, વાળને ગરમ ટુવાલમાં લપેટી લો. આ માટે એક ટુવાલને ગરમ પાણીમાં ડુબાડીને નિચોવીને વાળને સારી રીતે વીંટાળી લો. 5 થી 10 મિનિટ સુધી વાળને આ રીતે રહેવા દો. તેનાથી વાળના મૂળને પોષણ મળશે અને ગુણવત્તા સુધરશે.
ત્યારબાદ ગરમ ટુવાલને દૂર કરો અને હેર માસ્ક લગાવો. આ માટે તમે નારિયેળ તેલ અને એલોવેરા જેલ લો. 4 ચમચી એલોવેરા જેલમાં 2 ચમચી નારિયેળ તેલ મિક્સ કરો. તેનાથી વાળ અને સ્કેલ્પને સારી રીતે મસાજ કરો. 20 મિનિટ માટે હેર માસ્ક લગાવો.
ત્યારબાદ વાળને ફરીથી ગરમ ટુવાલથી 5 મિનિટ સુધી લપેટી લો. પછી તેને દૂર કરો અને વાળ અને માથાની ચામડીમાં 10 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો.
સૌથી છેલ્લે વાળમાં માઇલ્ડ શેમ્પૂથી વોશ કરો. ધ્યાન રહે કે વાળને તાજા પાણીથી જ ધોવો. વાળને સારા કરવા માટે અઠવાડિયામાં 1 વાર હેર સ્પા કરો.