Onion Hair Mask: ખુબ ઝડપથી લાંબા થશે માથાના વાળ, આ રીતે લગાવો ડુંગળીનો રસ
ડુંગળીના રસને વાળ માટે સંજીવની બૂટી માનવામાં આવે છે. તે માટે તમારે 5-6 ચમચી ડુંગળીના રસને દહીં સાથે મિક્સ કરી સ્કેપ્લ પર લગાવવાનો છે. તેને 20 મિનિટ સુધી છોડી દો અને પછી માઇલ્ડ શેમ્પૂથી ધોઈ લો. તેનાથી તમારા વાળ લાંબા થવા લાગશે.
વાળને જલદી લાંબા કરવા માટે તમારે ડુંગળીના રસને ઓલિવ ઓયલમાં મિક્સ કરવો પડશે. તે માટે તમારે પાંચ ચમચી ડુંગળીનો રસ લેવાનો છે અને ઓલિવ ઓયલમાં મિક્સ કરવાનો છે. આ મિક્સરને 10 મિનિટ સુધી વાળમાં લગાવી ધીમે-ધીમે મસાજ કરવાની છે. 15 મિનિટ સુધી રાખ્યા બાદ તમારે શેમ્પૂથી હેર વોશ કરવાના છે. થોડા સમયમાં ફર્ક જોવા મળશે.
વાળ માટે ડુંગળીના રસ સાથે કેસ્ટર ઓયલ મિક્સ કરી લગાવવું લાભકારક માનવામાં આવે છે. તે માટે એક ચમચી કેસ્ટર ઓયલ લેવાનું છે અને તેમાં થોડો ડુંગળીનો રસ મિક્સ કરવાનો છે. પછી વાળમાં 20 મિનિટ સુધી લગાવી તેને ધોઈ નાખો.
તમે જાણીને ચોંકી જશો પરંતુ વાળમાં ડુંગળીનો રસ અને મધ મિક્સ કરી લગાવવાથી વાળ જલ્દી વધવા લાગે છે. તે માટે તમારે અડધો કપ ડુંગળીનો રસ અને એક ચમચી ઓર્ગેનિક મધ લેવાનું છે. હવે બંનેને મિક્સ કરી વાળમાં સારી રીતે મસાજ કરો. 15-20 મિનિટ માટે છોડી દો અને પછી વાળ ધોઈ નાખો.
વાળને ઓછા સમયમાં લાંબા કરવા માટે નાળિયેરનું તેલમાં ડુંગળીનો રસ બરાબરની માત્રામાં મિક્સ કરવો છે અને પછી સારી રીતે સ્કેલ્પમાં લગાવવાનો છે. ત્યારબાદ 20 મિનિટ રાખી તેને ધોઈ શકો છો.
વાળને ઝડપથી લાંબા કરવા માટે પાંચ ચમચી ડુંગળીના રસમાં બે ચમચી આદુનો રસ મિક્સ કરવો જોઈએ. 20 મિનિટ સુધી તેને લગાવી છોડી દો અને પછી શેમ્પૂ કરવાનું છે. તેનાથી વાળનો ગ્રોથ ઝડપથી થાય છે.
વાળને જાડા અને લાંબા બનાવવા માટે ડુંગળીના રસમાં ઈંડા ભેળવી પણ લગાવવામાં આવે છે. આ માટે પાંચ ચમચી ડુંગળીનો રસ એક ઈંડામાં ભેળવીને અઠવાડિયામાં બે વાર હેર પેક તરીકે લગાવવો પડશે. તેનો ઉપયોગ ઓછા સમયમાં લાંબો થઈ જાય છે. બોટમ લાઇન ડુંગળીનો રસ વાળ માટે ખૂબ જ સારો માનવામાં આવે છે, જો કે તેની આડઅસર થતી નથી, પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ અવશ્ય લેવો જોઈએ.