સૂતા-સૂતા પણ ઘટાડી શકાય છે વજન, અપનાવો આ પાંચ સરળ ટિપ્સ
તમે જોયુ હશે કે ઘણા લોકો ભોજન કર્યા બાદ સીધા સૂવા પહોંચી જાય છે. તેના કારણે પાચન ક્રિયા પર અસર પડે છે અને મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે, જેથી વજન ઝડપથી વધે છે. જો તમે પણ વજન ઘટાડવા ઈચ્છો છો કે મેન્ટેન કરવા ઈચ્છો છો તો તમારે સૂવાના ત્રણ-ચાર કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ. તેનાથી તમારૂ મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે અને તમારૂ વજન ઘટવા લાગે છે.
તમે સાંભળ્યું હશે કે સૂતા પહેલા ચા ન પીવી જોઈએ પરંતુ જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો તમારે સૂતા પહેલા ગ્રીન ટીનું સેવન જરૂર કરવું જોઈએ. ગ્રીન ટીમાં ફ્લેવોનોઇડ નામનું તત્વ હોય છે. તે મેટાબોલિઝ્મને બૂસ્ટ કરવામાં સહાયતા કરે છે. જો તમે સૂતા પહેલા ગ્રીન ટી લેશો તો તમને વજન ઘટાડવામાં મદદ મળશે.
જો તમે ગરમ તાપમાનની જગ્યાએ ઠંડા માહોલમાં સૂવો તો તે તમારા મેટાબોલિઝ્મને વધારવામાં મદદ કરે છે. જે લોકો ઓઢ્યા વગર સૂવે છે તેના શરીરમાં કેલેરી વધુ બર્ન થાય છે. એક રિસર્ચમાં વાત સામે આવી છે કે રૂમનું તાપમાન ઓછુ થવા પર સારા બ્રાઉન ફેટની માત્રા વધી જાય છે. તેનાથી શરીરમાં એક્સ્ટ્રા બ્લડ સુગરથી છુટકારો મળે છે અને વધુ કેલેરી બર્ન થવાથી વજન ઘટાડવામાં સહાયતા મળે છે.
સૂતા પહેલા તમે કેસિઇન પ્રોટીન શેક પીવો છો તો તમારા મેટાબોલિઝ્મને બૂસ્ટ કરવામાં મદદ મળે છે. આમ કરવાથી તમારૂ વજન ઘટાડવામાં મદદ મળે છે પરંતુ કેસિઇન પ્રોટીન શેકના ઉપયોગ પહેલા ડોક્ટર કે ડાઇટિશિયનની સલાહ જરૂર લેવી જોઈએ.
જે લોકો ઈન્ટરમિન્ટેન્ટ ફાસ્ટિંગ કરે છે તેના શરીરમાં રહેલ સુગર સ્ટોર ખતમ થઈ જાય છે અને શરીરના એક્સ્ટ્રા ફેટ બર્ન થવા લાગે છે એટલે કે સૂવાના 4 કલાક પહેલા કંઈ ખાવ નહીં અને આ દરમિયાન માત્ર પાણી પીવો. તેનાથી તમારૂ વજન કંટ્રોલ કરવામાં સહાયતા મળે છે.