આકરી ગરમી પડવાની છે, સનસ્ક્રીન લગાવતી વખતે ભૂલથી પણ ના કરતા આવી ભૂલ
જો તમે સનસ્ક્રીન લગાવ્યું હોય, તો પણ જ્યારે સૂર્ય સૌથી વધુ તીવ્ર એટલેકે, ખુબ જ તાપ હોય ત્યારે બહાર જતી વખતે ટોપી, સ્કાર્ફ અને ઢાંકેલા કપડાં પહેરવા જરૂરી છે.
તમારા ચહેરાને નુકસાનથી બચાવવા માટે તમારા મેકઅપ પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જરૂરી છે. નહિંતર તમારી સુંદર ત્વચા તડકામાં પડી શકે છે કાળી
સનસ્ક્રીન લાંબા સમય સુધી ટકી રહે તે માટે, બહુ ઓછું સનસ્ક્રીન લગાવવાની ભૂલ ન કરો. કારણ કે તેનું પાતળું પડ તમારી ત્વચાને તડકાથી બચાવવા માટે પૂરતું નથી.
તમારી ત્વચાની જરૂરિયાતોને આધારે સનસ્ક્રીન પસંદ કરો. ઉદાહરણ તરીકે, જો તમને નજીવી ગરમીમાં સનબર્ન થતુ હોય તો હાઈ SPF વાળી સનસ્ક્રીનનો ઉપયોગ કરો.
સનસ્ક્રીન હંમેશા લગાવવી જોઈએ. ભલે તે તડકો હોય કે ન હોય. 80% સૂર્યપ્રકાશ વાદળોમાંથી પસાર થાય છે. તેથી, વરસાદ હોય કે તડકો, તમારે દરરોજ સનસ્ક્રીન લગાવવું જોઈએ.
જો તમને લાગે છે કે સવારે સનસ્ક્રીન લગાવવું પૂરતું છે, તો તમારી ભૂલ થાય છે. ત્વચાને સૂર્યના તાપથી બચાવવા દરરોજ દર બે કલાકે સનસ્ક્રીન લગાવવાની સલાહ આપવામાં આવે છે.