વધારે વજનથી પરેશાન છો? આ એપ્લિકેશન વજન ઘટાડવાની સાથે સ્વાસ્થ્યનું પણ રાખશે ધ્યાન...
ગૂગલની એક વર્કઆઉટ ટ્રેકર એપ છે. જે તમારી સ્પીડ, તમારી લંબાઈ, તમે કરેલું વોકિંગ અને રનિંગ એ તમામ એક્ટિવિટીને ટ્રેક કરે છે. એટલું જ નહીં તમે ચાલવા નિકળ્યા ત્યારે તમે કેટલા ડગલા ભર્યા એ પણ જણાવશે, સાથે જ તમે બર્ન કરેલી કેલેરીની માહિતી પણ આ એપ્સ પર મળી જશે.
જો તમે યોગા કરવાના શોખીન છો, તો આ એપ્લિકેશન તમારા માટે ખુબ ઉપયોગી સાબિત થશે. કારણ કે આ એપ્લિકેશન તમને યોગા કરતા તો શીખવશે જ, સાથે જ નવી નવી ટિપ્સ અને અલગ અલગ આસનો વિશે પણ જાણકારી આપશે... તો આ એપ્લિકેશનમાં એક ખાસ વોઈસ ક્લિપ ઓપ્શન અપાયુ છે. જે યૂઝરને યોગા કરતા સમયે ધ્યાન ભ્રમિત થવાથી રોકે છે.
એક વર્કઆઉટ, વેટ લોસ, ફૂડ-વોટર અને સ્લીપ ટ્રેકર, આ એપ્સથી તમે તમારા દરેક દિવસની હેલ્થ અને ફિટનેસ ગોલ્સને પૂરા કરશે. એટલું જ નહીં આ એપ્લિકેશન તમને ફૂલ બોડી વર્કઆઉટ અને યોગા વર્કઆઉટનો પણ ઓપ્શન આપશે.
આ ફિટનેસ એપ્લિકેશન એવી છે કે જેની મદદથી તમે આરામથી વજન ઘટાડી શકો છે. કારણ કે આ એપ્લિકેશન તમારા ભોજન પર ધ્યાન રાખશે. આ એપ્લિકેશન તમને જણાવશે કે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. સાથે જ આ એપ્લિકેશનના ડેટા બેઝમાં અપાયેલી 6 મિલિયન ફૂડ પ્રોડક્સની જાણકારી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ફિટનેસ ટ્રેકર એપ્લિકેશનની સાથે સાથે આ પ્લેટફોર્મ પોતાનામાં એક જિમ ટ્રેનર પણ છે. આ એપ્લિકેશનમાં યૂઝર્સને એક ફ્રિ ફિટનેસ પ્લાન આપવામાં આવે છે. જે તમને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદ કરશે. આ એપ્લિકેશનમાં તમને 1300 એકસરસાઈઝ આપેલી છે. જેની મદદથી તમે સરળતાથી તમારું વજન ઘટાડી શકો છો.