Instant Water Heater: ઇન્સ્ટન્ટ વોટર હીટર શું છે તે કેવી રીતે કામ કરે છે?

Fri, 29 Sep 2023-12:24 pm,

ઇન્સ્ટન્ટ વોટર હીટર એવા છે કે જેની સ્ટોરેજ ક્ષમતા ખૂબ ઓછી હોય છે, લગભગ 1 થી 3 લિટર. આ વોટર હીટર તરત જ ગરમ પાણી પૂરું પાડે છે.

આ વોટર હીટરમાં કોઈપણ પ્રકારનું લિકેજ થતું નથી. આ વોટર હિટરમાં સિંગલ-વેલ્ડેડ સ્ટેનલેસ સ્ટીલ બોડી સાથે આવે છે.

ઇન્સ્ટન્ટ વોટર હીટર અથવા ટેન્કલેસ વોટર હીટર તમારે જે રીતે જરૂરીયાત હોય એ મુજબ પાણી ગરમ કરવાની સુવિધા છે. તેમાં પાણી ગરમ કરવા ટાંકીની કે કોઈપણ જાતના સ્ટોરેજની પણ જરૂર પડતી નથી.

આ વોટરહિટર એક નાના પરિવાર માટે ખુબ જ બેસ્ટ છે. જે ઘરમાં ચારથી પાંચ લોકો રહેતા હોય તેના માટે આ વોટર હિટર પરફેક્ટ છે.

ઇન્સ્ટન્ટ વોટર હીટર પ્રમાણમાં સસ્તુ પણ પડે છે. તેમાં લાઈટ બિલ પણ વધારે આવતું નથી. તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. તેમાં 3000/4500W ઉચ્ચ-ગુણવત્તાવાળા કોપર હીટિંગ એલિમેન્ટ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link