રાતના અંધારામાં ચમક્યું સોમનાથ મંદિર, ફરી શરૂ થયો લાઈટ એન્ડ સાઉન્ડ શો

Sat, 26 Oct 2024-8:33 am,

સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો માટે 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો નો ચોમાસા બાદ 25 ઓકટોબરથી પુનઃ પ્રારંભ થયો છે, અને પ્રથમ જ દિવસે શોને સમગ્ર રીતે હાઉસફુલ પ્રતિસાદ મળ્યો છે. આ શો પ્રથમ દિવસે જ વૃદ્ધો, યુવાનો અને બાળકોમાં ઉત્સાહ અને ભાવવિભોર પળો નિર્માણ કરવા સમર્થ રહ્યો છે.

સોમનાથ નો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો યાત્રિકોને શ્રીસોમનાથ તીર્થના ઈતિહાસથી માહિતગાર કરે છે, જે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથના પ્રાગટ્યથી માંડીને શ્રીકૃષ્ણની અંતિમ લીલાઓ સુધીના પ્રભાસ તીર્થના ગૌરવશાળી કથાનું રોચક પ્રસ્તુતિકરણ છે.

ચોમાસાના વિરામ બાદ શરૂ કરાયેલા આ શો માટે યાત્રિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શોનો સમય સાંજ આરતી પછી 7:45 અથવા 8:00 વાગ્યાનો હોય છે. શનિવાર, રવિવાર તથા તહેવારોના દિવસોમાં યાત્રિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બે શો યોજવામાં આવશે.

આધુનિક ટેકનોલોજીથી સુરચિત આ શો યાત્રિકોને આનંદ અને ધર્મનિષ્ઠાનો અનોખો અનુભવ કરાવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link