રકુલ-જેકી પહેલા આ બોલીવુડ સ્ટાર્સ કરી ચુક્યા છે ગોવામાં લગ્ન, જુઓ લગ્નની શાનદાર photo
બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલ એ પોતાના વેડિંગ લોકેશન માટે ગોવાને પસંદ કર્યું છે.
મોની રોય અને સૂરજ નાંબિયાર 2022માં લગ્નના બંધનમાં બંધાયા બંનેએ ગોવાના એક શાનદાર રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. આ રિસોર્ટમાં જ બંનેએ લગ્નની અલગ અલગ વિધિઓ કરી. તેમના લગ્નના દરેક ફંકશનની તસવીરો વાયરલ થઈ હતી.
અનિતા હંસનંદાનીએ વર્ષ 2013માં બિઝનેસમેન રોહિત શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. આ કપલ એ પણ લગ્ન માટે ગોવાને પસંદ કર્યું હતું. ગોવાના રોમેન્ટિક સુંદર લોકેશન પર બંનેએ તેલગુ અને સિંધી રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
અભિનેત્રી લારા દત્તાએ મહેશ ભૂપતિ સાથે વર્ષ 2011માં ગોવામાં લગ્ન કર્યા હતા તેમના લગ્નના લોકેશન પણ ખૂબ જ સુંદર હતા બંનેએ પહેલા મુંબઈ અને પછી ગોવામાં લગ્ન કર્યા હતા.
બોલીવુડ સ્ટાર્સની સાથે કોમેડી ક્વીન ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા એ પણ વર્ષ 2017માં ગોવામાં લગ્ન કર્યા હતા. બંનેએ પોતાના લગ્ન માટે ગોવાના શાનદાર રિસોર્ટ બુક કર્યું હતું.