Photos: `સોઢી`ની જેમ આ ગુજ્જુ અભિનેતા પણ 9 વર્ષથી ગૂમ છે, તારક મહેતા....માં કરી ચૂક્યો છે કામ

Tue, 30 Apr 2024-11:06 pm,

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસ્ટર રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને લોકોના મનમાં વસી જનારા અભિનેતા ગુરુચરણ સિંહના ગૂમ થવાના મામલો સામે આવતા ચાહકો હચમચી ગયા છે. અભિનેતાનો કોઈ અતોપત્તો નથી. ફોન પણ બંધ છે. તેઓ 22 એપ્રિલથી ગુમ છે. કોઈને સમજાતું નથી કે આખરે તેઓ ક્યાં ગાયબ થઈ ગયા. પોલીસે હાલ તો સીસીટીવીના ફૂટેજના આધારે અભિનેતા અંગે કિડનેપિંગનો કેસ દાખલ કર્યો છે. પિતાએ પણ ગૂમ થવાની ફરિયાદ નોંધાવી છે. 

આવું જ કઈંક 2015માં એક ગુજરાતી અભિનેતા સાથે થયું હતું. જેનો આજ દીન સુધી કોઈ અતોપત્તો નથી. સંયોગની વાત એ છે કે વિશાલ ઠક્કર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ જોવા મળ્યો હતો. જેણે ગોકુલધામ સોસાઈટીના ડાન્સ ટીચરની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત મુન્નાભાઈ એમબીબીએસ અને ટેંગો ચાર્લી જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. 

9 વર્ષ પેહલા જ્યારે વિશાલ રાતે ઘરમાંથી બહાર નીકળ્યો તો ઘરવાળાને અંદાજો નહીં હોય કે પુત્રને તેઓ છેલ્લીવાર જુએ છે. તે ક્યારેય પાછો ફરશે નહીં. આજે 9 વર્ષ થઈ ગયા પણ વિશાલ ઠક્કરની કોઈ ભાળ મળી નથી. એ પણ જાણકારી નથી કે વિશાલ આ દુનિયામાં છે કે નહીં. આખરે વિશાલ સાથે શું થયું હતું? તે રાતે અચાનક તે ક્યાં ગાયબ થઈ ગયો. કોઈને કશું ખબર નથી અને માતાને આજે પણ એ વાતનો પસ્તાવો છે કે કાશ. તે દિવસે તે પુત્ર સાથે ગઈ હોત તો. 

31 ડિસેમ્બર 2015નો તે દિવસ હતો. જ્યારે વિશાલે માતાને કહ્યું હતું કે મારી સાથે થિયેટરમાં ફિલ્મ જોવા ચલો. પરંતુ માતાએ ના પાડી દીધી. જ્યારે માતા ન ગઈ તો તે દિવસે રાતે લગભગ 10.30 વાગે વિશાલે માતા પાસેથી 500 રૂપિયા લીધા અને ફિલ્મ જોવા માટે ઘરેથી નીકળી ગયો. તે રાતે લગભગ એક વાગે વિશાલે પપ્પાને મેસેજ કર્યો કે એક પાર્ટીમાં જાય છે અને કાલે મળશે. ફિલ્મ જોયા બાદ વિશાલ પાર્ટીમાં ગયો હશે એમ વિચારીને પરિવારે નિશ્ચિંત થઈને સૂઈ ગયો. પરંતુ બીજા દિવસે વિશાલ પાછો ફર્યો નહીં. 

તે સમયે પોલીસે જણાવ્યું હતું કે વિશાલ ઠક્કરને છેલ્લી વખત તેની ગર્લફ્રેન્ડે એક જાન્યુઆરી 2016ના રોજ રાતે લગભગ 11.45 વાગે જોયો હતો. ત્યારે તે રિક્ષામાં અંધેરી એક શૂટ પર જઈ રહ્યો હતો. ત્યારબાદથી વિશાલ ઠક્કરનો ફોન બંધ આવવા લાગ્યો. ન તો ખંડણી માંગવા કોઈનો ફોન આવ્યો કે ન તો હોસ્પિટલ રેલવે સ્ટેશન કે ક્યાંયથી પણ અભિનેતા અંગે કોઈ જાણકારી આવી. વિશાલ ઠક્કરના બેંક એકાઉન્ટમાં પણ કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા નહીં. 

બાદમાં વિશાલ  ઠક્કરના કેસને કાસરવાદાવલી પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો કારણ કે અભિનેતાના ફોનનું છેલ્લું લોકેશન ઘોડબંદર રોડ હતું. પરંતુ પોલીસને એ ન ખબર પડી કે વિશાલ ઠક્કરનો કેસ મર્ડરનો છે કે કિડનેપિંગનો કે પછી તે ક્યાંક જતો રહ્યો. અત્રે જણાવવાનું કે તે ગાયબ થયો તે જ વર્ષે થોડા મહિના પહેલા એક ટીવી અભિનેત્રી અને વિશાલ ઠક્કરની કથિત ગર્લફ્રેન્ડે અભિનેતા પર રેપનો આરોપ લગાવ્યો હતો. 

આ અંગે વિશાલની માતાએ કહ્યું હતું કે, તે હંમેશા અમારા ઘરે આવતી હતી. એક દિવસ તેઓ સાથે હતા અને બીજા દિવસે તે પોલીસ સાથે મારા દરવાજે આવી. તે છોકરી નાની હતી અને બાદમાં બંનેએ કેસ પરસ્પર ઉકેલી લીધો હતો. તેમણે પોત પોતાની ફરિયાદ પાછી લઈ લીધી હતી. પરંતુ થોડા મહિના પહેલા તે પોતાના કાંદિવલી ફ્લેટમાં મૃત મળી આવી હતી. તેને કદાચ હાર્ટ એટેક આવ્યો હતો. 

ટીવી અભિનેત્રી જયા ભટ્ટાચાર્યે વિશાલ ઠક્કર અંગે જણાવ્યું હતું કે તે લાઈફમાં ચાલી રહેલી કેટલીક ચીજોને લઈને ડિસ્ટર્બ હતો. જયાએ વિશાલ સાથે ટીવી શો થપકી પ્યાર કીમાં સાથે કામ કર્યુ હતું. જયાએ સ્પોર્ટબોય ડોટ કોમને વિશાલ વિશે જણાવ્યું હતું કે તેની લાઈફમાં જે પણ કઈ ચીજો ચાલતી હતી તેનાથી તે પરેશાન હતો. એવું લાગતું હતું કે જે ચીજોથી તે પરેશાન થઈ રહ્યો છે તેના પર તેનો કોઈ કંટ્રોલ નહતો. કાશ, તેણે મારી સાથે ખુલીને વાત કરી હોત અને હું તેની મદદ કરી શકત. જ્યારે અમે અનેકવાર મારા મેકઅપ રૂમમાં એક સાથે લંચ કરતા હતા ત્યારે તે મારી સાથે વાતો શેર કરતો હતો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link