Liquor Price Hike: દારૂ થયો મોંઘો, નવો ભાવ જાણીને પીધા વિના જ આવી જશે ચક્કર!

Tue, 20 Jul 2021-4:04 pm,

કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચ્ચેરીમાં દારૂની કિંમતમાં વધારો થયો છે. જોકે ભાવ વધારા પછી પણ તમિલનાડુ, કર્ણાટક અને અન્ય રાજ્યોની તુલનામાં પુડુચ્ચેરીમાં દારૂનો ભાવ ઓછો છે.

મહત્વનું છે કે પુડુચ્ચેરી પર્યટન પર  નિર્ભર રાજ્ય છે. આ વર્ષે એપ્રિલમાં પુડુચ્ચેરી પ્રશાસને દારૂ પર 7.5નો વિશેષ કોવિડ શુલ્કને રદ કર્યો હતો. તેવામાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં દારૂના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

દારૂની કિંમતમાં ઘટાડાના પ્રસ્તાવ પર 7 એપ્રિલે ઉપરાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને મંજૂરી આપી હતી. ત્યારપછી દારૂના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ આ ભાવ ઘટાડાના કારણે રાજ્યને નુકસાન થયું હતું.

ઉપરાજ્યપાલે સ્પેશિયલ એક્સાઈઝ ડ્યૂટીને રદ કરીને તમામ પ્રકારના દારૂ, પબ, દુકાનો અને રેસ્ટોરંટને સુરક્ષા નિયમોનું પાલન કરવાના આદેશ કર્યા હતા. ત્યારપછી રાજ્યમાં બધી જ જગ્યા પર સસ્તુ દારુ મળવા લાગ્યુ હતું.

 

આપને જણાવી દઈએ કે પાડોશી રાજ્યોની કિંમતથી બરાબર કિંમત લાવવા અને મહામારી દરમિયાન વિશેષ રૂપથી તમિલનાડુથી પુડ્ડુચેરીમાં ખાસ દારૂ માટે થઈને લોકોને રોકવા માટે વિશેષ શુલ્ક લગાવવામાં આવ્યો હતો.  

અસમ સરકારે ગુવાહાટીમાં પ્રયોગના ભાગરૂપે એક મહિના માટે ઑનલાઈન દારુ વેચવાનો નિર્ણય લીધો હતો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link