આખી રાત લોકોએ વાવાઝોડાના ભયમાં વિતાવી, જુઓ કચ્છના ગાંધીધામથી તબાહીના દ્રશ્યો
કચ્છના ગાંધીધામમાં જળબંબાકારની સ્થિતિ....શહેરના તમામ માર્ગો ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબ્યા...ગાંધીધામ અને નજીકના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક જગ્યાએ ભરાયા પાણી...વીજ પુરવઠો ખોરવાયો
ગાંધીધામમાં મોડી રાતથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદથી ગાંધીધામમાં જળબંબાકાર જેવી સ્થિતિમાં આવી ગયું છે. ગાંધીધામના તમામ માર્ગો પાણીમાં ડૂબી ગયા છે. શહેરમાંથી પસાર થતા હાઈવેના સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો છે. ગાંધીધામ પંથક વાવાઝોડાના કારણે થંભી ગયા છે.
ભારે વરસાદના કારણે ગાઁધીધામમાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. ગાંધીધામમાં વીજ પુરવઠો ગુરુવાર રાત્રેથી ઠપ્પ થયો છે. ભારે વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થયું છે.
સમગ્ર ગાંધીધામ હાલ થંભી ગયું છે. વાહનની 25 મીટર દૂર પણ ન જોઈ શકાય એટલો અતિ તીવ્ર વરસાદ વરસી રહ્યો છે. હાલ વરસાદની તિવ્રતા ઓછી થતા આંશિક રાહત જોવા મળી છે.