Lockdown in Delhi: લૉકડાઉનની જાહેરાત થતાં પ્રવાસી મજૂરોનું પલાયન, જોવા મળ્યા ચિંતાજનક દ્રશ્યો
દિલ્હીમાં આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છ દિવસના લૉકડાઉનની જાહેરાત કરતા પ્રવાસી મજૂરો પલાયન કરવા લાગ્યા છે. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં હાથ જોડીને પ્રવાસી મજૂરોને દિલ્હીમાં જ રહેવાની વિનંતી કહી હતી.
દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના કેસને રોકવા માટે કેજરીવાલે એક સપ્તાહના લોકડાઉનની જાહેરાત કરી છે. આ સાથે પ્રવાસી મજૂરો પોતાના વતન પરત જઈ રહ્યાં છે. જેથી દિલ્હીના બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે.
આ પહેલા દિલ્હીમાં શુક્રવારથી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. સોમવારે જ્યારે ખુલ્યુ તો સીએમ કેજરીવાલે ઉપરાજ્યપાલ સાથે બેઠક કરી નવા લૉકડાઉનની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ લોકોમાં અફરાતફરી મચી ગઈ. લોકો સામાન ખરીદવા બહાર નિકળી પડ્યા. તો પ્રવાસી મજૂરો વતન જવા માટે.
મોટી સંખ્યામાં લોકો પોતાનો સામાન ભરી રેલવે અથવા બસ સ્ટેશન પહોંચી ગયા. લોકોએ કહ્યું કે, લૉકડાઉનને કારણે કામ મળશે નહીં, એટલે અમારા વતન જઈ રહ્યાં છીએ.
દિલ્હીમાં 26 એપ્રિલ સુધી લોકડાઉન છે. તે આજે રાત્રે 10 કલાકથી લાગૂ થશે તો આગામી સોમવાર સુધી ચાલશે. આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓને છૂટ આપવામાં આવી છે.
દિલ્હીની અનેક મોટી બજારો બંધ છે. સતત વધી રહેલા સંક્રમણને અટકાવવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. (તમામ ફોટો સાભારઃ સરાય કાલે ખાં)