Lok Sabha Election 2024: આ બોલીવુડ અભિનેત્રી પિતા માટે કરશે ચૂંટણી પ્રચાર, રાહુલ ગાંધી 20મીએ સભા ગજવશે

Thu, 18 Apr 2024-10:07 am,

બિહારના ભાગલપુરમાં એક પિતા માટે પુત્રી ચૂંટણી પ્રચાર કરશે. બોલીવુડ અભિનેત્રી નેહા શર્મા પિતા અજીત શર્મા માટે ચૂંટણી પ્રચાર કરશે. 

અત્રે જણાવવાનું કે કોંગ્રેસના ઉમેદવાર અજીત શર્માના સમર્થનમાં મતદાન માટે અપીલ કરવા માટે રાહુલ ગાંધી પણ ભાગલપુર આવશે. 20 એપ્રિલે એરપોર્ટ પર તેમની જનસભા છે. બીજી બાજુ પિતાને સપોર્ટ કરવા માટે નેહા શર્મા પણ ભાગલપુર પહોંચશે. 

નેહા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ ખુબ છે. 

નેહા શર્માએ ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ક્રૂકથી બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. આ ઉપરાંત તાનાજી: ધ અનસંગ વોરિયર, યમલા પગલા દીવાના 2, તુમ બિન 2, અને મુબારકા જેવી ફિલ્મો પણ કરી છે. 

નેહા શર્માની એવી કોશિશ છે કે તે દરેક વિધાનસભા વિસ્તારમાં રોડ શો કરે. અને આ દ્વારા તે લોકોને મત માટે અપીલ કરશે. 

કોંગ્રેસ નેતા અજીત શર્માએ જણાવ્યું કે ભાગલપુરમાં જનતા તેમનું સમર્થન કરી રહી છે અને લોકોમાં ખાસ્સો ઉત્સાહ છે. 

પિતાના સમર્થન માટે અજીત શર્માની પુત્રી અને બોલીવુડ અભિનેત્રી નેહા શર્મા ભાગલપુર પહોંચશે. જો કે તેના કાર્યક્રમ અંગે હજુ તારીખ નક્કી થઈ નથી. આ જાણકારી અજીત શર્માએ પોતે આપી છે. 

કોંગ્રેસના ઉમેદવાર અજીત શર્મા ભાગલપુર બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. થોડા સમય પહેલા એવી ચર્ચા હતી કે અજીત શર્માની પુત્રી  ભાગલપુરથી ચૂંટણી લડી શકે છે. પરંતુ હવે ત્યારબાદ અજીત શર્માનું નામ ફાઈનલ થયું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link