લોકસભા ચૂંટણી: પીળી સાડીવાળા મેડમ બાદ હવે ચશ્માવાળા મેડમનો સ્વેગ વીડિયો વાયરલ, જાણો કોણ છે

Fri, 19 Apr 2024-9:43 pm,

આ મેડમનું નામ ઈશા અરોડા છે અને તે યુપીના સહારનપુરમાં એક પોલિંગ એજન્ટ છે. તેમના સ્વેગને જોયા બાદ ઈન્ટરનેટ પર લોકોમાં ચર્ચા થવા લાગી કે આખરે તેઓ કોણ છે. જો કે તેમણે જલદી મીડિયા સામે આવીને પોતાના વિશે જણાવ્યું. 

સહારનપુરમાં મતદાન અધિકારી ઈશા અરોડા ભારતીય સ્ટેટ બેંક (SBI) માં કામ છે. હાલ સહારનપુર લોકસભા ચૂંટણી માટે ગંગોહ વિધાનસભા વિસ્તારના મદારી ગામમાં મતદાન અધિકારી તરીકે કામ કરે છે. ઈશા ગરહી ગામના મતદાન કેન્દ્ર પર પહેલા મતદાન અધિકારી તરીકે કાર્યરત છે અને તેમનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. 

સોશિયલ મીડિયામાં જેવો તેમનો વીડિયો વાયરલ થયો તો આ અંગે ઈશા અરોડાએ કહ્યું કે હું એ કહીશ કે લોકોએ સમયના ચોક્કસ થવું જોઈએ અને એ તેઓ છે. નહીં તો આટલી મોટી સંખ્યામાં મતદાન કરાવવું શક્ય ન હોત. 

તેમણે વધુમાં કહ્યું કે વીડિયો ક્લિપમાં કમેન્ટ્સ જોવાનો મને સમય મળ્યો નથી. મતદાનનો સમય છે અને સમયસર આવવું એ મારું કામ છે. આથી હું વ્યસ્ત છું અને મારા સમયસર આવવા અને નિષ્ઠાપૂર્વક કામ કરવાને લીધે આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ લોક નિર્માણ વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કરતા રીના દ્વિવેદી વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પીળી સાડી પહેરવાના કારણે ચર્ચામાં હતા. તેમની સુંદરતા અને તે સમયે પહેરેલા કપડાંના કારણે તેઓ વાયરલ થયા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link