Lok Sabha Election 2024: મુકેશ અંબાણીના જન્મદિવસથી શરૂ થશે મતદાન, અનિલ અંબાણીના બર્થડે પર આવશે રિઝલ્ટ

Wed, 20 Mar 2024-4:30 pm,

ચૂંટણી પંચ (ECI) એ 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024 માટે શિડ્યૂલ જાહેર કર્યું હતું. 18મી લોકસભાના સભ્યોને ચૂંટવા માટે આ ચૂંટણીઓ યોજાઈ રહી છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થશે. સૌથી પહેલા નવી લોકસભાની રચના થવી જોઈએ. લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાથી છેલ્લા તબક્કા સુધી મતદાન પૂર્ણ થવામાં 44 દિવસનો સમય લાગશે. આગળ વાંચો, અંબાણી બ્રધર્સ સાથે લોકસભા ચૂંટણીનું કનેક્શન.

તમે કદાચ ધ્યાન આપ્યું નહી હોય પરંતુ આ વખતે ગજબનો સંયોગ બની રહ્યો છે. લોકસભા ચૂંટણી 2024 નું અંબાણી-બંધુઓ મુકેશ અને અનિલ સાથે રસપ્રદ કનેશન બેસી ગયું છે. આ માત્ર એક સંયોગ છે કે અંબાણી પરિવાર લોકસભાની ચૂંટણીની શરૂઆત અને અંતની ઉજવણી કરશે, હા ઉજવણીનું કારણ સંપૂર્ણપણે અલગ હશે. જોકે, જ્યારે 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે, ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમનો 67મો જન્મદિવસ ઉજવશે. આટલું જ નહીં અનિલ અંબાણીની બર્થ ડે 4 જૂને છે, જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થશે.

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. આ દિવસે મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણી 65 વર્ષના થશે. અનિલ અંબાણીનો જન્મ 4 જૂન 1959 ના રોજ મુંબઇમાં થયો હતો. 2066 માં બિઝનેસના ભાગલા બાદ અનિલ અંબાણી સંપત્તિ ખૂબ ઘટી ગઇ છે. એક સમયે અનિલ અંબાણીની ગણતરી પણ દુનિયાની સૌથી અમીર વ્યક્તિ હતા. જોકે ફેબ્રુઆરી 2020 માં તેમણે યૂકેની કોર્ટમાં પોતાને દેવાળિયા જાહેર કરી દીધા છે. 

2024ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર 19 એપ્રિલે મતદાન થશે. આ દિવસે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી 67 વર્ષના થશે. મુકેશનો જન્મ 19 એપ્રિલ, 1957ના રોજ યમનમાં થયો હતો. ફોર્બ્સ અનુસાર, 20 માર્ચ, 2024ના રોજ મુકેશની કુલ સંપત્તિ $113.2 બિલિયન હતી. તેઓ વિશ્વના 13મા સૌથી અમીર વ્યક્તિ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link