લોકસભા ચૂંટણી 2019: મતદાનનો ઉત્સાહ ચરમ પર, જુઓ કેવી રીતે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા ઘરડાં લોકો
પહેલા તબક્કાના મતદાન માટે જેટલો યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એટલો જ ઉત્સાહ વડીલો પણ જોવા મળી રહ્યો છે. પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્ર, બિહારમાં ઘરડાં મતદારો સવારથી જ મતદાન માટે પહોંચ્યા.
મહારાષ્ટ્રના ગોંદિયામાં એક મતદાન કેન્દ્ર પર 92 વર્ષના મતદાર ડીએન સંઘાણી પોતાના પુત્ર અને વહૂ સાથે પહોંચ્યા અને પોતાના અધિકારનો ઉપયોગ કર્યો.
જમ્મૂ અને કાશ્મીરના બાંદીપોરામાં પોલિંગ બૂથ નંબર 97માં એક ઘરડી મહિલાએ મતદાન કર્યું.
પશ્વિમ બંગાળમાં ઘરડાં મતદારોને લાઇનમાં ઉભા જોઇને લોકોએ તેમને પહેલાં મતદાન માટે કહ્યું. આ દરમિયાન મતદાન કેન્દ્ર પર હાજર લોકોને તેમનો હાથ પકડીને મતદાન રૂમ સુધી પહોંચાડવામાં આવ્યા.