Lok Sabha Elections 2024: ક્યાં છે મતદાન કેન્દ્ર અને કોણ-કોણ છે ઉમેદવાર? APPS વડે મળશે A To Z જાણકારી
તમારા ત્યાં કયા ઉમેદવાર છે? તેની જાણકારી માટે આ એપ મદદગાર સાબિત થશે. ચૂંટણી પંચ તરફથી આ એપ તૈયાર કરવામાં આવી છે. આ એપ વડે ખબર પડશે કે કઇ પાર્ટીમાંથી કયો ઉમેદવાર છે. તેની સંપત્તિ કેટલી છે અને તેના ઉપર કોઇ ક્રિમિનલ કેસ છે કે નથી. આ તમામ જોઇ શકશો.
વોટરની મદદ કરવા માટે ચૂંટણી પંચે આ એપ તૈયાર કરી છે. અહીં તમને વોટર લિસ્ટથી માંડીને પોલિંગ સ્ટેશન સુધીની જાણકારી મળી જાય છે. જો તમારું વોટર લિસ્ટમાં નામ નથી તો ફોર્મ 6 દ્વારા નામ ઉમેરવા માટે એપ્લાય કરી શકો છો.
કાઉન્ટિંગ દરમિયાન કોણ આગળ ચાલી રહ્યું છે અને કોણ પાછળ. તેની જાણકારી આપવા માટે ચૂંટની પંચે એપ બનાવી છે. આ એપ વડે ઘરેબેઠા પરિણામોની જાણકારી મળી જશે.
કોઇપણ પોલિટિકલ પાર્ટી અને કેંડિડેટ્સને કોઇ કાર્યક્રમની મંજૂરી લેવા માટે ચૂંટણી અધિકારીઓ પાસે જવાની જરૂર નથી. આ એપ વડે અરજી કરે છે.
જો તમે જોઇ રહ્યા છો કે આચાર સંહિતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો તમે આ એપ પર સીધી જ કમિશનને ફરિયાદ કરી શકો છો. અહીં ફોટા કે વીડિયો અપલોડ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીં તમારે તમારું લોકેશન મોકલવાની જરૂર નહીં પડે.