લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસના ઉમેદવારોની સંપત્તી, અભ્યાસ સહિતની વિગતો માટે કરો ક્લિક...

Sat, 06 Apr 2019-5:18 pm,

કોંગ્રેસના કચ્છના ઉમેદવાર નરેશ માહેશ્વરી છે. તેમની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિનોદ ચાવડાને ઊભા રાખવામાં આવ્યા છે. આ રાજ્યની એસસી માટેની અનામત બેઠક છે.   

કોંગ્રેસના પરથી ભટોળની ટક્કર આ બેઠક પર ભાજપના પરબત પટેલ સાથે થવાની છે. પરથી ભટોળે જૂનું એસએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. જોકે, તેઓ બનાસ ડેરીને 25 વર્ષ સુધી ચેરમેન રહ્યા છે અને આ વિસ્તારમાં સામાજિક ક્ષેત્રે સારું નામ ધરાવે છે. 

ઠાકોરોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર કોંગ્રેસ દ્વારા જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. ધોરણ-10 પાસ જગદીશ ઠાકોર 7.62 લાખની સંપત્તિના માલિક છે.   

મહેસાણા બેઠક પરથી કોંગ્રેસ દ્વારા આ વિસ્તારનું જાણીતું નામ એવા એ.જે. પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર ભાજપ દ્વારા સામાજિક કાર્યકર્તા એવા શારદાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે. પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી આ બેઠક પર બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.   

કોંગ્રેસના રાજેન્દ્ર ઠાકોરની ટક્કર ભાજપના દિપસિંહ રાઠોડ સાથે થવાની છે. રાજેન્દ્ર ઠાકોરે બીએ સુધીનો અભ્યાસ કરેલો છે. 

ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગરની બેઠક પર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય સી.જે. ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બેઠક પર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહને ઊભા રાખવામાં આવ્યા છે. આ બેઠક ભાજપનો ગઢ છે અને પાર્ટીના વરિષ્ટ નેતા લાલ કૃષ્ણ અડવાણી અહીંથી ચૂંટાતા આવ્યા છે. 

અમદાવાદ પૂર્વની બેઠક પર કોંગ્રેસ દ્વારા ગીતા બેન પટેલને ઊભા રાખવામાં આવ્યા છે. આ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ હોવાને કારણે પાસના સભ્ય એવા ગીતાબેનને ટિકિટ અપાઈ છે. પાટીદાર આંદોલનમાં આ વિસ્તારમાં ઘણી અસર જોવા મળી હતી. ગીતાબેનને ટક્કર આપવા ભાજપ દ્વારા ધારાસભ્ય હસમુખ પટેલને ટિકિટ ાપવામાં આવી છે. 

અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસ દ્વારા વરિષ્ઠ નેતા એવા રાજુ પરમારને ઊભા રાખવામાં આવ્યા છે. રાજુ પરમારની ટક્કર ભાજપના ડો. કિરીટ સોલંકી સાથે થવાની છે.   

સુરેન્દ્રનગરના જાણીતા ઉમેદવાર કોંગ્રેસના સોમાભાઈ સૌથી ઓછું ભણેલા છે. તેઓ આ સાતમી વખત સંસદીય ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી તેઓ ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા છે. સૌથી ઓછું ભણેલા સોમાભાઈની ટક્કર ભાજપના ડો. મહેન્દ્ર મુંજપરા સાથે થવાની છે.

કોંગ્રેસ દ્વારા રાજકોટની સીટ પર લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે. તેઓ પ્રથમ વખત સંસદીય ચૂંટણી લડી રહ્યા છે. તેમની ટક્કર વર્તમાન સાંસદ એવા ભાજપના મોહનભાઈ કુંડારિયા સાથે થવાની છે. 

આ બેઠક પર કોંગ્રેસે તેને ધોરાજી બેઠક પરથી વિધાનસભામાં ચૂટાયેલા અને પાસના નેતા એવા લલિત વસોયાને ઊભા રાખવામાં આવ્યા છે. આ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. લલિત વસોયાની ટક્કર ભાજપના રમેશ ધડૂક સાથે થવાની છે.   

જામનગર બેઠક પર કોંગ્રેસે મુળુ કંડોરિયાને ટિકિટ આપી છે. મુળુભાઈની 33.30 કરોડની સંપત્તિ છે. મુળુભાઈની ટક્કર ભાજપના વર્તમાન સાંસદ પૂનમ માડમ સાથે થવાની છે. 

કોંગ્રેસ દ્વારા આ બેઠક પર પૂંજા વંશને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર જ્ઞાતિ ફેક્ટર કામ કરવાનું છે. પૂંજાભાઈની ટક્કર બાજપના રાજેશ ચુડાસમા સાથે થવાની છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link