London: મેન રોડ પર બનાવ્યું એવું `જાદુઇ ઘર` જે `ભૂતિયા` પણ નથી અને દેખાતું પણ નથી

Fri, 25 Mar 2022-3:40 pm,

આ ઇનવિઝિબલ ઘરને જિનોર્મસ રેફ્લેક્ટિવ પેનલ્સથી બનાવવામાં આવ્યું છે, જેના લીધે બહાર આ કોઇ મોટા કાચની માફક લાગે છે, જ્યારે અંદર બેઠેલા વ્યક્તિને રસ્તા પર ચાલી રહેલી ગતિવિધિઓ એકદમ સ્પષ્ટ દેખાય છે. 

આ ઘરને એલેક્સ નામના ડિઝાઇનરે બનાવ્યું છે અને તેની એકતરફી આઇના વિશે જણાવતા કહ્યું હતું કે બહારી ભાગ પર ફૂલ છોડથી માંડીને વાદળો પણ દેખાય છે. 

રસ્તા પર બનેલું આ ઘર કોઇને દેખાતું નથી. ઘરની સામે પહોંચીને લોકો ભ્રમિત થઇ જાય છે. MyLondon સાથે વાત કરતાં આ ઘરના માલિકોએ કહ્યું કે એક ખાસ ગ્લાસ પેનલના લીધે લોકો બહારથી અંદર તરફ જોઇ શકતા નથી, પરંતુ તેમને બહારનું બધુ એકદમ સ્પષ્ટ દેખાય છે. 

આ ઘરને લંડનનું ગાયબ ઘર પણ કહેવામાં આવે છે. ઇન્ટરનેટ પર આ ઘરની કહાની વાયરલ થયા બાદ લોકો હવે દૂર દૂરથી આ ઘરને જોવા આવે છે. 

આ ઘરનો ફોટો ઓનલાઇન રેડિટ પર શેર કરતાં એક વ્યક્તિએ લખ્યું હું પ્રયત્ન કરી રહ્યો છું કે હું અહીં સેલ્ફી લઉ અને ઘરના માલિક મને અંદરથી જુએ. જોકે ઘણા લોકોએ કહ્યું કે તે અઠવાડિયામાં પાંચ દિવસ જ ત્યાંથી પસાર થાય છે પરંતુ તેમને ખબર ન હતી કે ત્યાં ઘર છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link