લંડન સે આયા શિવભક્ત : વિદેશી પોલીસ અધિકારીએ ભારતીયની જેમ મંદિરમાં પૂજા કરી
મહાશિવરાત્રિના મહાપર્વને બે દિવસ બાકી છે ત્યારે દેશભરમાં શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી બાજુ લંડન મેટ્રોપોલિટી પોલીસના જાંબાઝ પોલીસ અધિકારી સિમોન ઓવેન્સ કે જેમનાથી અપરાધીઓ થરથર કાંપે છે, તેઓ મહાશિવરાત્રી પર્વ પહેલા સુરત પહોંચ્યા છે. તેઓ અહીં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા.
યુકેથી હીરો કાઉન્સિલના ડેપ્યુટી લેફ્ટનન્ટ સિમોન ઓવેન્સ (ડેપ્યુટી લેફ્ટનન્ટ) ચીફ સુપરિન્ટેન્ડેન્ટ (મેટ્રોપોલિટન પોલીસ લંડન) છે. તેઓએ સુરતમાં આયોજિત ગુરુવર વિશ્વબંધુના સાનિધ્યમાં ઓખેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે ભવ્ય મહારુદ્ર યજ્ઞમાં આહૂતિ પણ આપી હતી.
મંદિર પ્રાંગણમાં એક વિદેશી પોલીસ ઓફિસરને ભગવાન શિવની પૂજા અર્ચના કરતા જોઈ લોકો પણ ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. સિમોન ઓવેન્સે શિવ મંદિરમાં માત્ર પૂજા અર્ચના જ નહીં, પરંતુ મંદિરમાં ગોમાતાની પણ પૂજા કરી હતી.
જે રીતે તેઓ પૂજા અર્ચના કરી રહ્યા હતા. તેને જોઈ કોઈ પણ કહી શકશે નહીં કે તેઓ લંડન પોલીસ ઓફિસર છે. ભારતીય પરંપરા મુજબ તેઓએ ગૌ માતાની આરતી ઉતારી અને તેમને હાર પણ પહેરાવ્યો હતો.
સુરત શહેરના ઓખેશ્વર મહાદેવ મંદિર, શિવધામ યોગ આશ્રમ, દાંડી રોડ, ભેસાણ ખાતે યોજાનાર મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે. 14મી ફેબ્રુઆરી મંગળવારથી 18મી ફેબ્રુઆરી શનિવાર સુધી (મહાશિવરાત્રિ) દરમિયાન ઓખેશ્વર મહાદેવ મંદિરમાં વિશ્વ શાંતિ માટે મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના સ્થળે મહારુદ્ર યજ્ઞની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યજ્ઞશાળાનું નિર્માણ સ્વસ્તિક પ્રતીકના આકાર પર કરવામાં આવી રહ્યું છે.