Unique village in india: આ ગામના લોકોની દરરોજ સવાર ભારતમાં તો સાંજ વિદેશમાં પડે છે

Thu, 23 Mar 2023-11:19 pm,

નાગાલેન્ડ રાજ્યના લોંગવા નામના ગામના લોકો દરરોજ વિદેશ પ્રવાસે રહે છે. આ ગામની સરહદ ભારત અને મ્યાનમાર સાથે છે. અડધું ગામ ભારતમાં છે અને બાકીનું અડધું મ્યાનમારમાં છે. આ ઉપરાંત આ ગામમાં બીજી ઘણી ખાસ વસ્તુઓ છે. અહીં સદીઓથી એક ક્રૂર પરંપરા ચાલી આવી હતી, જેમાં ગામના લોકો તેમના દુશ્મનોનો શિરચ્છેદ કરતા હતા. જો કે આ હિંસક પરંપરાને વર્ષ 1940માં સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે લોંગવા ગામ નાગાલેન્ડના મોન જિલ્લામાં આવેલું છે. આ વિસ્તાર ગીચ જંગલોવાળો છે અને મ્યાનમારની સરહદને અડીને આવેલો છે. તેને ભારતનું છેલ્લું ગામ પણ કહેવામાં આવે છે. વર્ષ 1969થી માથું કાપવાની ઘટના અહીં ફરી જોવા મળી નથી.

આ ગામમાં રહેતા લોકોની જીવનશૈલી આદિવાસી સમાજ જેવી છે, જેઓ અત્યાર સુધી કુળની પરંપરાને અનુસરતા આવ્યા છે. અહીં રહેતા કોયંક આદિવાસી સમાજને 'હેડ હન્ટર્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે. કુળની શક્તિને વધારવા માટે તેઓ તેમના દુશ્મનો પર હુમલો કરે છે અને તેમનો શિરચ્છેદ કરે છે.

તમને આ વાત ખૂબ જ વિચિત્ર લાગશે પરંતુ આ ગામનો કેટલોક ભાગ ભારતમાં છે અને કેટલોક મ્યાનમારમાં છે. નોંધપાત્ર વાત એ છે કે, વિભાજન દરમિયાન સત્તાવાળાઓએ આ ગામ માટે કેટલાક ખાસ નિયમો નક્કી કર્યા હતા, જેમાં તેઓએ નક્કી કર્યું હતું કે ભારત-મ્યાનમારની સરહદ આ ગામની વચ્ચેથી જ પસાર થશે, પરંતુ તેની અસર ગામના લોકોને નહીં થાય.

આ ગામમાંથી પસાર થતી મ્યાનમાર-ભારત બોર્ડર પર બનેલા બોર્ડર પિલર પર એક તરફ હિન્દીમાં મેસેજ લખવામાં આવ્યો છે તો બીજી તરફ બર્મીઝમાં મેસેજ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે બર્મીઝ મ્યાનમારની સત્તાવાર ભાષા છે. જો આપણે કોયંકા આદિવાસીઓની વાત કરીએ તો અહીં બહુપત્નીત્વ પ્રથા પ્રચલિત છે એટલે કે આ ગામના લોકો એક કરતા વધુ લગ્ન કરી શકે છે. આ ઉપરાંત આ ગામના લોકો સાથે જોડાયેલી બીજી એક રસપ્રદ વાત એ છે કે અહીંના લોકો પાસે ભારત અને મ્યાનમાર બંનેની નાગરિકતા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link