Unlock 4.0: 1 સપ્ટેમ્બરથી થશે આ 4 મોટા ફેરફાર!, ખાસ જાણો
ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ પર હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. હકીકતમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 1 સપ્ટેમ્બર 2020થી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય વિમાન મુસાફરો પાસેથી ASF વસૂલવાનું નક્કી કર્યું છે. જેનાથી હવાઈ મુસાફરી મોંઘી થશે. DGCAના જણાવ્યાં મુજબ આગામી મહિનાથી ઘરેલુ હવાઈ મુસાફરોએ ASF તરીકે 150 રૂપિયાની જગ્યાએ 160 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે આતંરરાષ્ટ્રીય મુસાફરોએ 1 સપ્ટેમ્બરથી 4.85 ડોલરની જગ્યાએ 5.2 ડોલર ASF તરીકે ચૂકવવા પડશે.
LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. દર મહિને પહેલી તારીખના રોજ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલના ભાવ વધવાની સાથે સાથે તેની કિંમતમાં પણ ફેરફાર શક્ય છે.
દિલ્હીમાં મેટ્રો સેવા શરૂ થઈ શકે છે. તમામ લોકોએ કેન્દ્ર સરકારને મેટ્રો ચલાવવા માટે મંજૂરી આપવા જણાવ્યું છે. DMRCએ પણ તમામ તૈયારીઓ રાખી છે. કેન્દ્રની લીલી ઝંડી મળતા જ મેટ્રો સેવા શરૂ થઈ જશે.
કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં શાળા કોલેજો ખોલવાને લઈને ગાઈડલાઈન બહાર પાડી શકે છે. જો કે દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યો તેના માટે તૈયાર નથી. તેમણે પોતાના પ્રદેશમાં શાળા કોલેજોને આગામી આદેશ સુધી બંધ રાખવાનું જ કહ્યું છે.