લોકસભા ચૂંટણી 2019: બોલિવૂડ કલાકારોએ લોકશાહીના મહાપર્વમાં લીધો ઉત્સાહભેર ભાગ

Mon, 29 Apr 2019-10:09 pm,

કરીના કપૂર ખાને મુંબઈમાં મતદાન કર્યા પછી પોતાની વોટિંગની શાહીવાળી આંગળી બતાવીને પ્રશંસકોને મતદાન માટે પ્રેરિત કર્યા હતા. તેની સાથે તેનો બે વર્ષનો પુત્ર તૈમુર પણ મતદાન મથકે પહોંચ્યો હતો.  (ફોટોઃ યોગેન શાહ)   

ઈમરાન હાશમીએ મતદાન મથકની બહાર આવીને ફોટોગ્રાફરોને પોઝ આપ્યો હતો. (ફોટોઃ યોગેન શાહ)   

બોલિવૂડમાં ધક-ધક ગર્લના નામથી જાણીતી માધુરી દીક્ષિત નેનેએ પણ મોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વોટ આપ્યા પછી તેણે સેલ્ફી લઈને ટ્વીટર પર અપલોડ કરી હતી અને લખ્યું હતું કે, 'મત આપણો અધિકાર છે, ચાલો તેનો હોંશિયારીપૂર્વક ઉપયોગ કરીએ. આપણા દેશનું ભવિષ્ય આપણા હાથમાં છે. ચાલો આપણી ફરજ નિભાવીએ.'

બોલિવૂડનો સુપર હીરો સલમાન ખાન પણ પોતાના મતાધિકાકરનો ઉપયોગ કરવા માટે વહેલી સવારે જ બાંન્દ્રા મતદાન મથક પર પહોંચી ગયો હતો. (ફોટો- ANI)  

નિક જોનસ સાથે લગ્ન કર્યા પછી પ્રિયંકા ચોપડાનો એક પગ ભારતમાં અને એક પગ અમેરિકામાં હોય છે. જોકે, મતદાનના દિવસે મુંબઈ રહેવાનું તેણે પ્લાનિંગ કરી રાખ્યું હતું. વોટ આપ્યા પછી તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો અપલોડ કર્યો હતો અને લખ્યું હતું કે, "આ એવી ક્ષણ છે જે કિંમતી અને મહત્વની છે... દરેક વોટ એક અવાજ છે અને તેની ગણતરી થાય છે." (ફોટોઃ Twitter)

છેલ્લા ઘણા સમયથી સુપરહીટ ફિલ્મો આપી રહેલા રણવીર સિંઘે બાંદ્રા ખાતે તેના પિતા સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. (ફોટોઃ યોગેન શાહ)   

બોલિવૂડની આજકાલની અત્યંત ચર્ચાસ્પદ જોડી એવા અર્જૂન કપૂર અને મલાઈકા અરોરાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કર્યા હતા. (ફોટોઃ ઈન્સ્ટાગ્રામ)  

એક સમયની જાણીતી અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ તેના પતિ ગોલ્ડી બહલ સાથે મત આપવા આવી હતી. (ફોટોઃ Twitter)  

યુવાન દિલોની ધડકલ ટાઈગર શ્રોફે બાન્દ્રામાં પોતાનો મત આપ્યો હતો. (ફોટો- યોગેન શાહ) 

કંગના રણોતે વોટ આપ્યા પછી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે, આ બહુ મહત્વનો દિવસ છે અને પાંચ વર્ષમાં એક વખતમાં આવે છે. મારું નિવેદન છે કે મતના હકનો ઉપયોગ કરવો જોઈએ. મને લાગે છે કે મારો દેશ હકીકતમાં આઝાદીનો શ્વાસ લઈ રહ્યો છે. આ પહેલાં આપણે બધા મુગલ, બ્રિટીશ અને ઇટાલિયન સરકારના ગુલામ હતા. આ પહેલાંની સરકારે માત્ર લંડનમાં વેકેશન ગાળીને મજા કર્યા છે. કોંગ્રેસની સરકાર વખતે બહુ ખરાબ પરિસ્થિતિ હતી અને રેપ, ગરીબી અને પ્રદૂષણની હાલમાં જે હાલત છે એના કરતા હાલત ઘણી વધારે ખરાબ હતી. આ સ્વરાજ અને સ્વધર્મનો સમય છે. (ફોટોઃ યોગેન શાહ) 

બોલિવૂડના એક્શન હીરો અને આ વખતે ગુરદાસપુર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહેલા સની દેઓલે પણ મત આપવા પહોંચ્યો હતો. તેની સાથે તેનો ભાઈ બોબી દેઓલ પણ આવ્યો હતો. સની દેઓલે સવારે જ લોકસભા ચૂંટણી માટે નામાંકન પત્ર ભર્યું હતું. (ફોટો- ANI)

કોંગ્રેસની ટિકિટ પર પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડી રહેલી ઉર્મિલા માંતોડકરે બાન્દ્રા ખાતે મત આપ્યો હતો. મત આપીને બહાર આવ્યા બાદ તેણે પ્રશંસકો સામે હાથ હલાવ્યા હતા. (ફોટોઃ યોગેન શાહ)  

ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા, લેખિકા એવી ઝોયા અખ્તર અને અભિનત્રી દિયા મિર્ઝા પણ મતદાન મથકે પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link